આત્મનિર્ભર ભારત માટે સ્વદેશી વસ્તુઓનો જ ઉપયોગ કરો: મુખ્યમંત્રી
દુકાન બહાર ગર્વથી ‘હમ સ્વદેશી હૈ’નું બોર્ડ લગાવો: સી.આર. પાટીલ: આત્મનિર્ભર ભારત અંતર્ગત 90 દિવસમાં 1 હજારથી વધુ મેળા, 500 થી વધુ ભારત સંકલ્પ રથ, પદયાત્રા સહિતના આયોજન
ભારતિય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા આજે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રીય જળશક્તિમંત્રી સી.આર. પાટીલજીની અધ્યક્ષતામાં તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, દેશમાં 90 દિવસ સુધી આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન ચલાવવામાં આવનાર છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પર દેશની જનતાને અપાર શ્રદ્ધા છે વડાપ્રધાનએ આપેલા દરેક આહવાન ને દેશની જનતાએ સ્વીકારી જન આંદોલન બનાવ્યું છે. વડાપ્રધાન મોદી મેક ઇન્ડિયાના હિમાયતી રહ્ય છે. વડાપ્રધાનના નેતૃત્વમાં ભારત આજે દરેક ક્ષેત્રમાં વિકાસના કાર્યોમાં અગ્રેસર રહ્યુ છે તેમજ જન જનને વિશ્વાસ છે કે ભારત હજુ વિકાસની દિશામા આગળ રહેશે. ભારતની અર્થવ્યવસ્થાને વધુ મજબૂત કરવા દરેક દેશવાસીઓનુ કર્તવ્ય છે.
વડાપ્રધાનએ દેશવાસીઓને દેશમાં ઉત્પાદિત થતી વસ્તુ નો ઉપયોગને પ્રોત્સાહિત કરી આત્મનિર્ભર ભારતનો કોલ આપ્યો છે. વડાપ્રધાને મેક ઇન ઇન્ડિયા,ડિજિટલ ઇન્ડિયાના પરિણામે ભારત અનેક ક્ષેત્રોમાં ઇમ્પોર્ટ માથી એક્સપોર્ટર બન્યુ છે. ગુજરાત દેશની નિકાસમાં 27 ટકાનું યોગદાન આપે છે. દેશના યુવાનો જોબ સીકર નહી જોબ ગીવર બને તે માટે સ્ટાર્ટપ ઇન્ડિયા, મુદ્રા યોજના થકી યુવાનોને આત્મનિર્ભર કરવાનો માર્ગ મોકળો કરી આપ્યો છે. લોકલ ફોર વોકલના અભિયાન થી ખાદીનું વેચાણ 31 હજાર કરોડથી વધી 1.70 લાખ કરોડ રૂૂપિયા થયું છે. જીએસટી સ્લેબમાં ફેરફાર કરી દેશવાસીઓને ફાયદો કરાવ્યો છે.
વિકસીત ભારતની યાત્રામાં ડિજિટલ ઇન્ડિયા પણ મહત્વુનું છે. આત્મનિર્ભર ભારત માટે સ્વદેશી વસ્તુને મહત્વ આપીને રાજયના દરેક લોકો આંદોલનમાં જોડાય તે માટે અપીલ કરું છું. પ્રેસ કોન્ફરન્સને સંબોધતા સી.આર.પાટીલજીએ જણાવ્યું કે, દેશના વડાપ્રધાને દેશવાસીઓને આત્મનિર્ભર ભારત અંગે પ્રેરણા આપી છે. 25 સપ્ટેમ્બર પંડિત દિન દયાળજીની જન્મજયંતિથી 25 ડિસેમ્બર પુર્વ વડાપ્રધાન અને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત સ્વ.અટલબિહારી વાજપાયજીના જન્મદિવસ દરમિયાન આત્મનિર્ભર ભારતનો કાર્યક્રમ યોજાશે. ભારતીય જનતા પાર્ટી દ્વારા આત્મનિર્ભર ભારત અને સ્વદેશી અભિયાનને જન જન સુઘી પહોંચાડવાનો પ્રયાસ કરશે અને દેશવાસીઓને આ અભિયાન સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવશે.
પાટીલે વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાને દેશવાસીઓ જે કઇ ખરીદી કરે તે આપણા દેશમાં બનેલી જ વસ્તુ ખરીદે તે માટે આહવાન કર્યુ છે ભારતમાં ઉત્પાદીત થયેલી વસ્તુ અને જેની બનાવટમાં ભારતના લોકોનો પરિશ્રમ હોય તે વસ્તુ સ્વદેશી માનવી. દરેક દુકાનદારો પોતાની દુકાન બહાર ગર્વથી કહો કે હમ સ્વદેશી હૈ નું બોર્ડ લગાવું જોઇએ. દેશવાસીઓને સ્વદેશી અભિયાન સાથે જોડી આત્મનિર્ભર ભારત ના અભિયાનને જન આંદોલન બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે. ભાજપ દ્વારા 90 દિવસ સુધી આ અભિયાન ચલાવવામાં આવશે. 2019માં વડાપ્રધાને દેશવાસીઓને લોકલ ફોર વોકલનો મંત્ર આપ્યો હતો જેના કારણે ખાદીના વેચાણમાં ખૂબ મોટો વઘારો થયો છે.
2014માં પહેલા દેશભરમાં બે મોબાઇલ કંપની હતી તે પછી વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદીના મેક ઇન ઇન્ડિયાના આહવાન પછી દેશમાં 300 ફેકટરીઓ છે જેમા 99.2 ટકા મોબાઇલનું ઉત્પાદન થઇ રહ્યુ છે. યુપીએના સમયમાં 1500 કરોડ રૂૂપિયાના મોબાઇલ એક્સપોર્ટ થતા હતા તેની સામે આજે બે લાખ કરોડના મોબાઇલ એક્સપોર્ટ થઇ રહ્યા છે. યુપીએના સમયમાં ઇન્ફ્રાસ્ટ્રકચર માટે અઢી લાખ કરોડ રૂૂપિયા વાપરવામાં આવતા હતા આજે બે લાખ કરોડ ખર્ચ કરવામાં આવે છે.
મુદ્રા યોજનામાં અત્યાર સુઘીમાં 32 લાખ કરોડ રૂૂપિયા મંજુર કરવામાં આવ્યા છે તેમજ 55 કરોડ લોકોને રોજગારી મળી છે. પીએમ નિધિ યોજનામાં એક કરોડ 15 લાખ લોકોને લાભ મળ્યો છે. સ્વદેશી વસ્તુનો હેતુ આપણે કોઇ પણ વસ્તુનો બહિષ્કાર નથી કરતા પરંતુ ભારતમા બનેલી વસ્તુનો ઉપયોગ કરવો જાગૃતતા લાવાનો છે. ભાજપના કાર્યકર્તાઓ ઘરે ઘરે જઇને સ્વદેશી વસ્તુની જાગૃતતા માટે સ્ટીકર લગાવશે અને લોકોને સ્વદેશી વસ્તુ ખરીદવા સંકલ્પ લેવ઼ડાવશે.
સોશિયાલ મીડિયા દ્વારા સ્વદેશી રિલ્સ બનાવવામાં આવશે, સ્વદેશી વિષય પર વકૃતતા સ્પર્ધા તેમજ નિબંઘ સ્પર્ધા યોજાશે. મહિલાઓ-યુવાનો વેપારીઓ સંમેલન યોજાશે. 90 દિવસમાં 1 હજારથી વધુ મેળાનું આયોજન તેમજ 20 હજારથી વધુ આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન કરવામાં આવશે 500 થી વધુ આત્મનિર્ભર ભારત ભારત સંકલ્પ રથ અને પદયાત્રાનું આયોજન કરાશે. લોકોને સ્વદેશી સામાન ખરીદવા સંકલ્પ લેવડામાં આવશે તેમજ સ્વદેશી વસ્તુ વેહચતા દુકાનના વેપારીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. આ પ્રેસવાર્તામાં પ્રદેશના મહામંત્રી રજનીભાઇ પટેલ, સ્વદેશી અભિયાનના ઇન્ચાર્જ પ્રદિપસિંહ જાડેજા,મીડિયા ક્ધવીનર ડો.યજ્ઞેશભાઇ દવે ઉપસ્થિત રહ્યા હતા.
મંત્રી મંડળના વિસ્તરણનો સવાલ પૂછતાં જ પાટીલે ચાલતી પકડી
ગાંધીનગર કમલમ ખાતે આજે ભાજપની પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેમણે આત્મનિર્ભર ભારત અને જીએસટીમાં જે નવા દર લાગુ પાડવામાં આવ્યા તેના પર વાત કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદીપસિંહ જાડેજા, રાજની પટેલ અને યજ્ઞેશ દવે હાજર રહ્યા હતા. અને તે સમયે પત્રકાર દ્વારા એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે, મંત્રીમંડળનું વિસ્તરણ ક્યારે કરવામાં આવશે, ઘણા સમયથી આ મામલે ચર્ચાઓ ચાલી રહી છેસ્ત્રસ્ત્ર ત્યારે આવા સમયે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જવાબ આપવાનું ટાળ્યું હતું. અને અચાનક ઉભા થઇ અને હસતા હસતા કહ્યું કે, તમને પૂછ્યા વગર આનો નિર્ણય નહિ કરીએ એવું કહી તેઓ જતા રહ્યા હતા.