ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મોરબી-સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદા નહેરમાંથી ગેરકાયદે મશીનરી હટાવવા તાકીદ

11:40 AM Apr 10, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

 

Advertisement

સરદાર સરોવર નર્મદા નિગમ લીમીટેડ મોરબી શાખા નહેર હેઠળના બિનઅધિકૃત દબાણ દુર કરવા કાર્યપાલક ઈજનેર દ્વારા તાકીદ કરવામાં આવી છે મશીન, બકનળીઓ હટાવી લેવા જણાવ્યું છે અન્યથા દંડની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું છે તેમજ બાંધકામ માટે સંપાદિત જમીનમાં કોઈપણ પ્રકારે વાવેતર કરવા મનાઈ ફરમાવી જમીન ખુલ્લી કરવા જણાવ્યું છે.

સૌરાષ્ટ્ર શાખા નહેર વિભાગ નં 6/1 મોરબીના કાર્યપાલક ઈજનેર દ્વારા અખબારી યાદીમાં જણાવ્યું છે કે મુખ્ય ઈજનેર સૌરાષ્ટ્ર શાખા નહેર લીંબડીના કાર્યક્ષેત્ર હેઠળ આવતી અને મોરબી તથા સુરેન્દ્રનગર જીલ્લામાંથી પસાર થતી સરદાર સરોવર નર્મદા નિગમ લી.ની મોરબી શાખા નહેર (સાંકળ- 0.57 કિમીથી 118.60 કિમી તેમજ તેમાંથી નીકળતી પ્રશાખા, વિશાખા વગેરે નહેરોમાંથી પાણીનો ઉપય ઓગ કરતા ખાતેદારોને નીચે મુજબની જાણ કરવામાં આવે છે.

મોરબી તથા સુરેન્દ્રનગર જીલ્લામાંથી પસાર થતી નર્મદા નિગમ લી.ની મોરબી શાખા નહેરો ઉપર બિનઅધિકૃત રીતે મુકેલા મશીનો/પમ્પો/ બકનળીઓ હટાવી/ખસેડી લેવા, અન્યથા કાયદાકીય રીતે તેમના મશીનો/પમ્પો/બકનળીઓ પોલીસની મદદથી જપ્ત કરી દંડ કરવામાં આવશે જેની નોંધ લેવા જણાવ્યું છે.

નહેરોના બાંધકામ માટે સંપાદિત કરવામાં આવેલ જમીનમાં હવે પછી કોઈપણ પ્રકારનું વાવેતર કરવું નહિ અગાઉ વાવેતર કરેલ હોય તો જાહેર નોટીસની તારીખથી દિન 3 માં સંપાદિત જામીન ખુલ્લી કરી આપવા જણાવ્યું છે ભવિષ્યમાં કોઇપણ પ્રશ્ન ઉપસ્થિત થશે તો તે અંગેની સઘળી જવાબદારી જે તે ખાતેદારની અંગત રહેશે

Tags :
gujaratgujarat newsillegal machineryMorbi-Surendranagar district
Advertisement
Advertisement