For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રિંગ રોડ-2 આસપાસ 33 KV વીજલાઇનની તાતી જરૂરિયાત

04:19 PM Aug 01, 2024 IST | Bhumika
રિંગ રોડ 2 આસપાસ 33 kv વીજલાઇનની તાતી જરૂરિયાત
Advertisement

રાજકોટ ફરતે આવેલા ઔદ્યોગિક ઝોનમાં નવા સબ સ્ટેશન ઊભા કરવા અને 11 KV ફીડરમાંથી પાવર આપવા આયોજન કરવાની માંગ: રાજકોટ ચેમ્બર દ્વારા PGVCLનું ઓપન હાઉસ યોજાયું

વેપાર-ઉદ્યોગકારો અને આમ જનતાના ઉદ્દભવતા પ્રશ્ર્નોનું યોગ્ય નિરાકરણ લાવવા માટે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા પીજીવીસીએલના એમડી અને સબ ડિવિઝનના વિવિધ અધિકારીઓની હાજરીમાં ઓપન હાઉસ યોજવામાં આવ્યું હતું. જેમાં વિવિધ પ્રશ્ર્નોની રજૂઆત કરાઇ હતી. આપન હાઉસમાં ચેમ્બર દ્વારા રજૂઆત કરાઇ હતી. જેમાં વિક્સતા જતા રાજકોટ શહેરમાં રીંગ રોડ 2 તથા આસપાસના સરાઉન્ડીંગ એરીયામાં આશરે 500 એમડબલ્યુ જેવો લોડ નજીક ભવિષ્યમાં જોડાઈ શકે તેમ હોય માટે વ્હેલાસર 33 કે.વી સીસ્ટમ અમલમાં મુકવી. હૈયાત સબડિવીઝનો તેમજ ગ્રાહકોના ભારણના હિસાબે નવા સબડિવીઝનોના નિર્માણ કરતી તમામ પેરામીટરને ધ્યાને લઈ સબબડવીઝન અને ફીડરની રચના કરવી. જેના કારણે ફીડરનું કોસીંગ ઘટશે, અકસ્માતો ઘટશે અને પાવર રિસ્ટોર અને ગ્રાહકોની સમસ્યાનું નિરાણ વ્હેલાસર થશે તેમજ ડીઆઇએસસીઓએમ ને ખર્ચનું ભારણ ઘટશે. રાજકોટ આસપાસના વિવિધ ઈન્ડસ્ટ્રીયલ એરીયામાં સેલ્ફ ડેવલોપીંગ ઈન્ડસ્ટ્રીયલ ઝોને ધ્યાને લઈને નવા સબ સ્ટેશન ઉભા કરવાની જોગવાઈઓ પેહેલેથી કરવી.

Advertisement

ઓનલાઈન અરજી માટે પીજીવીસીએલ દ્વારા સીપીસી સેન્ટર ઉભું કરેલ છે. તેમ છતાં સબબડવીઝન લેવલે અલગથી તમામ ડોકયુમેન્ટ હાર્ડકોપીમાં અલગથી માંગવામાં આવે છે. જેથી ઓનલાઈન સીપીસીનું મહત્વ રહેતું નથી. તો તે માટે સંકલન કરવું જરૂૂરી છે. તમામ પ્રકારના કનેકશનમાં 3 વાગ્યા પછીના સમયમાં તેમજ જાહેર રજાઓના દિવસોમાં મીટર બળવુ, ટ્રાન્સફોર્મર, સીટી પીટી ખરાબ થવાના કિસ્સામાં કામકાજ બંધ રહે છે. તો આ અંગે યોગ્ય ઉકેલ લાવવો જરૂૂરી છે. જેથી વેપાર-ઉદ્યોગકારોને મુશ્કેલી ન પડે. નવા વિકસીત ઔદ્યોગીક વિસ્તારોમાં અલગથી 11 કે.વી ફિડરમાંથી પાવર મળે તેવું આયોજન કરવું. હાલ ગ્રામ્ય ફિડરમાંથી પાવર મળતો હોવાથી ટ્રીપીંગ આવે છે અને ફીડર બંધ રહેવાની સમસ્યા વધારે હોય તેથી અલગ વ્યવસ્થા કરવી. નવા વિકસતા ઔદ્યોગીક એરીયામાં કનેકશન અને ફીડરની સંખ્યાને ધ્યાને લઈ માલ મટીરીયલ અને મેઈન્ટેનન્સ માટે વાહન ફાળવવા અને શક્ય હોય ત્યાં અલગ સબબડવીઝનની અથવા ફોલ્ટ સેન્ટરની વ્યવસ્થા કરવી.

એચ.ટી. વિજજોડાણમાં હાલ ફીકસ ચાર્જ અમલ હોય તેવા સંજોગોમાં અંડરગ્રાઉન્ડ કેબલ ચાર્જ કવોટેશનમાં બીનજરૂૂરી લગાવવામાં આવે છે. આવા કામો અગાઉ પીજીવીસીએલ દ્વારા સલામતીને ધ્યાને લઈને થવા જોઈએ તે થતા નથી. હાલ વિકસીત ભારત અને રીન્યુએબલ એન્જી માટે કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા કામગીરી માટેની પોલીસી ચાલુ હોય ત્યારે કોર્પોરેટ તથા ડીસ્કોમની વિવિધ કચેરીઓના કામકાજનો ભારણ ખુબ જ વધુ હોવાથી તે માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવી. રીબડા સબ સ્ટેશનની કામગીરી જે વિલંબમાં ચાલી રહી છે. તેનું તાત્કાલીક નિરાકરણ લાવવું. તેમ રજૂઆત કરી હતી.

બાદ વિવિધ એસોસીએશનોના પ્રતિનિધિઓ તથા આમ જનતાઓ દ્વારા પોત પોતાના વ્યકિતગત પ્રશ્નો જેવા કે નવા મિટર કનેકશન, લોડ વધારો, સ્માર્ટ મિટર, થ્રી ફેઈઝ કનેકશન, નામ ટ્રાન્સફર, વિગરે અંગેની રજુઆતો કરવામાં આવેલ હતી.

કાર્યક્રમના અંતે જીઆઈડીસી લોધીકા ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશનના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજાએ ઓપન હાઉસનું આયોજન કરવા બદલ મેનેજીંગ ડિરેકટર, અધિકારીઓ તેમજ ઉપસ્થિત વિવિધ એસોસીએશનોના પ્રતિનિધિઓ અને આમ જનતા પ્રત્યે આભારની લાગણી વ્યકત કરેલ હતી. તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.

નેટવર્ક મજબૂત કરવા 80 નવા ફીડરો માટે ટેન્ડરની પ્રક્રિયા શરૂ: એમડી

પીજીવીસીએલના એમડી પ્રિતી શર્મા મેડમએ રાજકોટ ચેમ્બર દ્વારા કરાયેલ રજુઆતોના પ્રત્યુતરમાં જણાવેલ કે, ખાસ કરીને રૂૂરલ એરીયામાં જયાં જયાં ટ્રીપીંગની સમસ્યા આવે છે તે માટે અન્ડર ગ્રાઉન્ડ કેબલ તેમજ એમબીસીસી ઈન્ટરનેશનલ પ્રોજેકટ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. તેમજ નેટવર્કને સ્ટ્રોંગ કરવા માટે આશરે 80 જેટલા ફીડરો માટે ટેન્ડરીંગનું કામ ચાલી રહયું છે. જેથી કરીને મોટાભાગના વિજળીના પ્રશ્નોનું નિરાકરણ આવી જશે. તેમજ એગ્રીકલ્ચરને પુરતો પાવર મળી રહે તે માટે આશરે 88 કરોડનો પ્રોજેકટ એપ્રુવ કરાયેલ છે. તેમજ મેઈન્ટેનન્સ માટે પણ તાત્કાલીક ટીમ ફાળવવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement