ચાંદીપુરા વાઇરસના ખતરા સામે સરકાર એક્શનમાં, આરોગ્ય મંત્રીની તાકીદની બેઠક
તમામ મહાનગરો-જિલ્લાઓના આરોગ્ય અધિકારીઓ, હોસ્પિટલોને એલર્ટ રહેવા સૂચના
ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસના વધતા જતા કેસોથી રાજ્ય સરકાર એલર્ટ બની છે અને આજે આરોગ્યમંત્રી ઋષિકેસ પટેલે રાજયના તમામ મહાનગર અને જિલ્લાઓના આરોગ્ય અધિકારીઓ, આરોગ્ય વિભાગના અધિકારીઓ તથા મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલોના તબીબો સાથે વીડિયો કોન્ફરન્સથી તાકિદની સમીક્ષા બેઠક યોજી છે અને દરેક શહેર-જિલ્લામાં આ વાઇરસના નોંધાયેલા શંકાસ્પદ કેસો તથા પોઝીટીવ કેસોની માહિતી મેળવી હતી.
આ ઉપરાંત દરેક શહેર જિલ્લામાં ચાંદીપુરા વાઈરસને લઈ આરોગ્ય તંત્રને એલર્ટ રહેવા એ હોસ્પિટલોમાં જરૂરી વ્યવસ્થા ઉભી કરવા સુચના આપી હતી. જરૂર જણાય તો પ્રભાવિત વિસ્તારોમાં સરવે હાથ ધરવા પણ જણાવ્યું હતું.
રાજ્યમાં ચાંદીપુરા વાીરસના શંકાસ્પદ કુલ 15 દર્દીના મોત નિપજ્યા છે. જ્યારે 27 શંકાસ્પદ દર્દીઓ હોવાનું જણાવાયું છે જે બાળકોના આ વાઈરસથી મોત થયા છે. તેમાં ઉત્તર ગુુજરાતમાં સાત, સૌરાષ્ટ્રમાં પાંચ, મધ્યગુજરાતમાં ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. હાલ આ વાઈરસ રાજકોટ-જામનગર-મોરબી સહિત 16 જિલ્લામાં પ્રવેશી ચુકયો છે.
આરોગ્ય મંત્રી હૃષિકેશ પટેલનું કહેવું છે કે, સાબરકાંઠા, અરવ્વલી, મહિસાગર, ખેડા, મહેસાણા અને રાજકોટ જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસ નોંધાયા છે. આ ઉપરાંત, રાજસ્થાનના 2 અને મધ્યપ્રદેશના 1 દર્દીને ગુજરાતની હોસ્પિટલોમાં સારવાર આપવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ચાંદીપુરા વાયરસ પ્રભાવિત વિસ્તારોમાં 44,000 થી વધુ લોકોની આરોગ્ય તપાસ કરવામાં આવી છે.
બીજી તરફ ગોધરાના કોટડા ગામે આ વાયરસથી બાળકીના મોત બાદ તંત્રએ બાળકીના ઘરની આસપાસના મકાનોમાં તપાસ કરી આ વાઈરસ ફેલાવતી સેન્ડ ફલાય નામની 19 માખીઓ પકડી છે. લીપણ વાળા મકાનોની તિરાડોમાં રહેતી આ માખીઓના નાશ માટે દવાનો છંટકાવ કરાયો હતો.