રાજકોટના ત્રણ કેન્દ્રો પર UPSC કાલે લેશે NDA-CDSની પરીક્ષા
જિલ્લા પુરવઠા કચેરી ખાતે કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુ.પી.એસ.સી.) દ્વારા આગામી 13 એપ્રિલ ને રવિવારે રાજકોટમાં ત્રણ કેન્દ્રો પર નેશનલ ડિફેન્સ એકેડેમી (એન.ડી.એ.) અને નેવેલ એકેડેમી પરીક્ષા (1)-2025 અને કમ્બાઈન્ડ ડિફેન્સ સર્વિસ પરીક્ષા (1)-2025 લેવામાં આવશે. આ પરીક્ષા દરમિયાન કોઈપણ સમસ્યાના નિરાકરણ માટે જિલ્લા પુરવઠા કચેરી, રાજકોટ ખાતે કંટ્રોલરૂૂમ કાર્યરત રહેશે. જેનો ફોન નંબર 0281-2476891 છે.
આ પરીક્ષા સંદર્ભે મહત્ત્વની સૂચનાઓ જારી કરાઈ છે. જે મુજબ, પરીક્ષા શરૂૂ થવાના 30 મિનિટ પહેલાં પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ બંધ કરી દેવામાં આવશે. ઈ-એડમિટ કાર્ડ વગર કોઈ પણ ઉમેદવારને પ્રવેશ મળશે નહીં.
ઉમેદવારોએ ઇ-એડમિટ કાર્ડમાં આપવામાં આવેલી સૂચનાઓનો કાળજીપૂર્વક અભ્યાસ કરવો. ઉમેદવાર પરીક્ષા કેન્દ્રમાં માત્ર ઈ-એડમિટ કાર્ડ, પેન, પેન્સિલ, આઈડી પ્રૂફ અને પોતાના ફોટોગ્રાફ લઈ જઈ શકશે. મોબાઇલ ફોન, અન્ય આઈ.ટી. કે ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ, સ્માર્ટ/ડિજિટલ વોચ, બુક્સ, બેગ્સ (ઇ-એડમિટ કાર્ડમાં જણાવેલી સૂચનાઓ અનુસાર) પરીક્ષા સ્થળ પર પ્રતિબંધિત છે.
સ્થળ સુપરવાઇઝર આ વસ્તુઓ માટે કોઈ વ્યવસ્થા કરશે નહીં. ઉમેદવારે પોતાની વ્યવસ્થા જાતે કરવાની રહેશે. આ વસ્તુઓ ગુમ થવાના કિસ્સામાં કમિશન જવાબદાર રહેશે નહીં. તમામ ઉમેદવારોને ઉપરોક્ત બાબતોની નોંધ લેવા, નિવાસી અધિક કલેક્ટરશ્રીની યાદીમાં જણાવાયું છે.