For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જમીન દફતર કચેરીના 165 ક્લાર્ક-સર્વેયરોને હંગામી પ્રમોશન

12:26 PM Dec 25, 2023 IST | Sejal barot
જમીન દફતર કચેરીના 165 ક્લાર્ક સર્વેયરોને હંગામી પ્રમોશન

ગુજરાતમાં આગામી લોકસભાની ચુંટણી પૂર્વે રિસર્વેની કામગીરી ઝડપી બનાવવા માટે સેટલમેન્ટ કમિશનર દ્વારા રાજ્યના કુલ 165 જેટલા કારકુન તેમજ સર્વેયરોને ક્લાસ-3માં હંગામી પ્રમોશનો આપવામાં આવેલ છે અને અલગ અલગ જિલ્લાઓમાં બદલીના ઓર્ડર કાઢવામાં આવ્યા છે. ગઈકાલે સેટલમેન્ટ કમિશનર કચેરી દ્વારા સર્વેયર સંવર્ગ વર્ગ-3માંથી સીનીયર સર્વેયર સંવર્ગ વર્ગ-3માં તેમજ ક્લાર્ક સંવર્ગમાંથી સર્વેયર સંવર્ગમાં બદલી અને બઢતીના હુકમો કાઢવામાં આવ્યા હતાં. જેમાં રાજકોટના 27 સર્વેયરોને સીનીયર સર્વેયરના પ્રમોશન આપવા સાથે બદલી કરવામાં આવી છે. જ્યારે 6 કારકુનને પણ સર્વેયરના પ્રમોશન આપવામાં આવ્યા છે.
રાજ્યના તમામ જિલ્લામાં આ પ્રમોશન સાથે બદલીના હુકમો કરવામાં આવતા સમગ્ર ગુજરાતમાં મોટાભાગના સર્વેયરો બદલી ગયા છે. કુલ 141 સર્વેયરોની સીનીયર સર્વેયરોના પ્રમોશન સાથે બદલી કરવામાં આવી છે. જ્યારે કારકુન સંવર્ગના 15 કર્મચારીઓને સર્વેયર તરીકે હંગામી પ્રમોશન આપવામાં આવ્યા છે. આ ઉપરાંત પટ્ટાવાળા સંવર્ગ વર્ગ-4ના 8 કર્મચારીને કારકુન તરીકે પ્રમોશન આપવામાં આવ્યા છે.
આ પ્રમોશનના ઓર્ડરમાં રાજકોટ ડીઆઈએલઆર કચેરીના સર્વેયરો સતિષ પડસુંબિયા, સતિષભાઈ સોઢિયા, મીલન મહેશ્ર્વરી, જયદીપ ચાવડા, ચંદ્રકાંત મહેતા, કમલેશ ચુડાસમા, સંજય નકુમ, હિતેષ પરમાર, ગોપાલ કણઝારિયા, ભાવિન જાદવ, મહેશ મહેશ્ર્વરી, અનિલ મકવાણા, હરદાસ ખુટી, મીણસી ખુટી, સાગર સાટોડિયા, સંજયભારથી ગોસ્વામી, કેતન બાલધા, દિનેશ ડાંગર, વિજય કરંગીયા, સંગીતા સંઘાણી, દેવાણંદ વસરા, હાર્દિક રોજિવાડિયા, જયંતિલાલ લુઆ, કિશનકુમાર કટેશિયા, પ્રવિણ કુમાર કારેણા, પ્રકાશભાઈ રાઠોડ, નવીનકુમાર પરમાર તથા કિરીટકુમાર અગ્રાવત સહિત 27ને સીનીયર સર્વેયરના હંગામી પ્રમોશન આપવામાં આવેલ છે અને અમુકને રાજકોટ તેમજ મોરબી, કચ્છ, દ્વારકા, જામનગર સહિતના જિલ્લાઓમાં પોસ્ટીંગ અપાયા છે. આ સિવાય કારકુન સંવર્ગના રાજકોટ સીટીસર્વે કચેરીના હાર્દિક કારેણા, કૈલાશ રાઠોડ, પાવન પ્રજાપતિ, કારુભાઈ છૈયા, દિપક હડિયલ, જગદીશ નકુમ વિગેરેને કારકુનમાંથી સર્વેયરના પ્રમોશન સાથે બદલી કરાઈ છે અને એક પટ્ટાવાળા ભરત મકવાણાને કારકુનનું પ્રમોશન આપવામાં આવેલ છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement