બોગસ સ્પોન્સરશિપથી ખોટી નોકરી મેળવનાર નવ ફાયરકર્મીને સસ્પેન્ડ કરાતા ખળભળાટ
અમદાવાદ કોર્પોરેશનની કાર્યવાહી તમામ નાગપુર કોલેજનાં ખોટા સર્ટિફિકેટને આધારે પ્રવેશ મેળવી ફાયર ઓફિસર બન્યા હતાં
અમદાવાદ મહાનગરપાલિકાના ફાયર વિભાગની અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. બોગસ સ્પોન્સરશિપ ધરાવતા 8 ફાયર અધિકારી અને એક ફાયર અધિકારીની શૈક્ષણિક લાયકાતને કારણે તેઓ ટર્મિનેટ કરવા આદેશ કરાયો છે. એએમસીએ ઇતિહાસમાં પહેલીવાર એક સાથે નવ ફાયર વિભાગના અધિકારીઓને ટર્મિનેટ કરવાનો આદેશ કમિશનર દ્વારા અપાયો છે. એએમસી વિજિલન્સ તપાસ ઘટસ્ફોટ થયો હતો. ત્યારબાદ કમિશ્નર દ્વારા તમામ નવ લોકોને ટર્મિનેટ કરવા કે નહીં તે અંગે શો કોઝ નોટિસ આપી ખુલાસો માંગવામાં આવ્યો હતો.
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ ખાતામાં અજમાયશી ધોરણે ફરજ બજાવતા નવ અધિકારીઓ દ્વારા બિનઅધિકૃત/ખોટી સ્પોન્સરશિપ દ્વારા ગ.ઋ.જ.ઈ., નાગપુર ખાતે ખોટી રીતે પ્રવેશ મેળવીને શૈક્ષણિક લાયકાત મેળવવા સંબંધમાં આવેલ ફરિયાદ અનુસંધાને વિજિલન્સ તપાસ તથા ઇન્ડસ્ટ્રીયલ રિલેશન ખાતાની ખાતાકીય તપાસમાં સાબિત થતાં તેઓને મ્યુનિ. કમિશનર દ્વારા ટર્મિનેટ કેમ ન કરવા? તે અંગે ફાઇનલ શોકોઝ નોટિસ ઇસ્યુ કરવામાં આવેલ હતી. જે અનુસાર તેઓએ કરેલ ખુલાસો સંતોષકારક ન જણાતાં મ્યુનિ. કમિશનર દ્વારા નવ અધિકારીઓને મ્યુનિસિપલ નોકરીમાંથી ટર્મિનેટ કરવા અંગેના હુકમ કરવામાં આવેલ છે.