હળવદ માર્કેટિંગ યાર્ડમાં મગફળીનાં પોષણક્ષમ ભાવ નહીં મળતા હોબાળો, હરરાજી બંધ
હળવદ માર્કેટિંગ યાર્ડમાં ખેડુતોને મગફળીના પોષણક્ષમ ભાવો નહીં મળતા હોબાળો મચાવ્યો હતો અને હરાજી બંધ કરાવી હતી હરાજીની શરૂૂઆત 600 રૂૂપિયાથી થાય અને 750 સુધી માંડ પહોંચતાં ખેડુતોએ હલ્લાબોલ કર્યો હતો અને 1200થી વધુ બજારભાવ મળે તો જ પોષાય તેમ કહી હરાજી બંધ કરાવી યાર્ડ સત્તાધીશોને રજૂઆત કરી હતી.
હળવદ માર્કેટિંગ યાર્ડ સૌરાષ્ટ્રમાં ગણનાપાત્ર યાર્ડની સુચીમા સ્થાન મેળવ્યું છે અને અને માર્કેટિંગ યાર્ડમાં આજુબાજુના 10થી વધુ તાલુકાના ખેડૂતો વિવિધ પ્રકારની જણસો વેચાણ અર્થે આવે છે જેમાં તલ, ગુવાર, કપાસ, જીરું,મગફળી, વરીયાળી,ચણા,મગ, બાજરી સહિત તમામ જણસો વેચાણ થાય છે પરંતુ આજે મગફળીના પોષણક્ષમ ભાવો નહીં મળતા ખેડૂતોએ હરાજી બંધ કરાવી દીધી હતી અને પોષણક્ષમ ભાવની માંગ કરી હતી.
ખેડુતોએ બજારભાવ અંગે કહ્યું કે શનિવારે મગફળીના બજારભાવ 1000થી વધુ હતાં અને આજે હરાજીમાં અડધાં રૂૂપિયા કપાઈ જાય એતો ખેડૂતોને કેવી રીતે પોષાય? બીજી તરફ ખેડુતો બે બે દિવસ સુધી માર્કેટિંગ યાર્ડમાં જણસોના વેચાણ માટે ધક્કા ખાઈ અને બજારભાવ ઘટે તો પછી ખેડૂતોને કરવું શું?
ખેડુતોની માંગણી છે કે પોષણક્ષમ ભાવ મળે અને વિવિધ સેડમા ખાલી બારદાનો તેમજ માલના સટ્ટા હટાવવામાં આવે જેથી કરીને ખેડૂતોની જણસો વરસાદી માહોલમા પલળે નહીં જોકે યાર્ડ સત્તાધીશો દ્વારા આજે મગફળીની હરાજી બંધ કરાવી હતી આવતીકાલે રાબેતા મુજબ ચાલુ કરવાની ખેડૂતોની હૈયાધારણા આપી હતી પરંતુ આવતીકાલે પણ બજારભાવ કેવાં રહેશે તે જોવાનું રહ્યું.