For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઉપલેટા વકીલ મંડળ દ્વારા આગામી 14 મીએ યોજાનારી લોકઅદાલતનો કરાશે બહિષ્કાર

12:21 PM Sep 11, 2024 IST | Bhumika
ઉપલેટા વકીલ મંડળ દ્વારા આગામી 14 મીએ યોજાનારી લોકઅદાલતનો કરાશે બહિષ્કાર
Advertisement

ભૂતકાળમાં થયેલી બબાલને યોગ્ય ન્યાય નહીં મળતા લોકઅદાલતથી અલિપ્ત રહેવાનો કરાયો છે ઠરાવ

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના નોડલ ઓફિસરના દુર્વ્યવહારને કારણે મામલો બિચક્યો હોવાનું સામે આવ્યું

Advertisement

ઉપલેટા વકીલ મંડળ દ્વારા આગામી તારીખ 14 મી સપ્ટેમ્બર 2024ના રોજ યોજાનારી લોક અદાલતનો સર્વાનુમતે બહિષ્કાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં આ બહિષ્કારનું કારણ અગાઉની એક લોક અદાલતમાં વકીલ મંડળના સભ્ય સાથે થયેલ ગેરવર્તુળનું બાબતે કરેલી લેખિત ફરિયાદો બાદ પણ કોઈપણ પ્રકારની કાર્યવાહી કે પગલાંઓ કે તપાસ નહિ કરવામાં આવતા આ બાબતે નારાજ થઈને ઉપલેટા વકીલ મંડળ દ્વારા સર્વાનુમતે ઠરાવ કરીને લોક અદાલતનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેવાનો હોવાનું સામે આવ્યું છે.

આ અંગે માહિતી આપતા ઉપલેટા વકીલ મંડળના પ્રમુખ દ્વારા જણાવ્યું હતું કે, ગત વખતની યોજાયેલ લોક અદાલતમાં હાજર રહેલ સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા જેતપુરના નોડલ ઓફિસર દ્વારા ઉપલેટા વકીલ મંડળના સદસ્ય વકીલ સાથે ગેરવર્તન કરેલ હોય અને બબાલ સર્જાયેલ હોય જે બાબતે ઉપલેટા વકીલ મંડળ દ્વારા આ ગંભીર બાબતે જે તે સમયે તત્કાલ મિટિંગનું આયોજન કરી સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાના નોડલ ઓફિસર વિરુદ્ધ કાર્યવાહી કરવા માટેની અધિકારીની નામ વિગતો અને હોદા સંબંધિત માહિતીઓ ઉપલેટાની નામદાર કોર્ટ તેમજ કોર્ટના રજીસ્ટર પાસે માંગવામાં આવી હતી જેમાં આ અંગેની કોઈપણ માહિતી કે વિગતો અમારી પાસે નથી તેઓ ઉડાવ જવાબ આપવામાં આવ્યો જેથી વકીલોમાં નારાજગી જોવા મળી હતી ત્યાર આ બાબતની રજૂઆત તથા નોડલ ઓફિસરનું નામ અને વિગત સહિતની માહિતીઓ મેળવવા માટે રાજકોટના નામદાર ડિસ્ટ્રિક્ટ જજ, રાજકોટ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, ઉપલેટા તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ તેમજ ઉપલેટાના નામદાર ન્યાયધીશને તારીખ 27 જૂન 2024 ના રોજ લેખિતમાં જાણ કરવામાં આવેલ હતી કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાના નોડલ ઓફિસર વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે નહીં આવે તો આવનારી લોક અદાલતનો બહિષ્કાર કરશે તેવું લેખિતમાં જણાવેલ હતું.

આ લેખિત રજુઆત બાદ વકીલ મંડળના સદસ્ય એડવોકેટ સાથે થયેલી અંગેની કરેલ લેખિતમાં આ લેખિત રજૂઆત બાદ કોઈપણ તપાસ, પગલાં કે કાર્યવાહી નહીં કરવામાં આવી હોવાનું વકીલોને માલુમ પડતા વકીલો દ્વારા આ મામલે પુન: વકીલ મંડળની એક મીટીંગ બોલાવવામાં આવી હતી જેમાં તારીખ 09 સપ્ટેમ્બર 2024 ના રોજ સર્વાનુમતે એક ઠરાવ કરવામાં આવ્યો હતો. આ ઠરાવની અંદર નક્કી કરવામાં આવ્યું છે કે આગામી 14 સપ્ટેમ્બર 2024 ના રોજ યોજાનારી લોક અદાલતનો ઉપલેટા વકીલ મંડળના સભ્યો, હોદ્દેદારો સહિતનાઓ સર્વાનુંમતે બહિષ્કાર કરશે અને લોક અદાલતની તમામ કામગીરીથી અલિપ્ત રહેશે તેઓ નિર્ણય લેવાયો છે અને સાથે એવું પણ જણાવ્યું છે કે જ્યાં સુધી તેઓની લેખિત રજૂઆત, ફરિયાદનો નિરાકરણ કે નિવેડો નહીં લેવામાં આવે ત્યાં સુધી આ મામલે વકીલો દ્વારા આગળના કાર્યક્રમો અને રજૂઆતો ઉચ્ચકક્ષા સુધી પણ કરવામાં આવશે તેવું જણાવ્યું છે.

આ બાબતોમાં સૂત્ર પાસેથી મળતી માહિતીઓ અનુસાર ઉપલેટા વકીલ મંડળના એક સિનિયર વકીલ સાથે ગત લોક અદાલતમાં બબાલ સરજી હતી જેમાં જેમને બબાલ સર્જી તે અધિકારી જો કોર્ટમાં આવીને વકીલો સાથે આ પ્રકારનું વર્તન કરતો હોય તો સામાન્ય પબ્લિક સાથે કેવું વર્તન કરતો હશે તેની પણ ચર્ચાઓ શરૂ થઈ છે જો કે આ મામલે એવી પણ માહિતી મળી રહી છે કે છેલ્લા ઘણા સમયથી કોર્ટમાં લોક અદાલતમાં બેંકો દ્વારા ડેકોરેમ જળવાતું નથી ત્યારે વકીલો સાથે આવા પ્રકારના વર્તનો થતા હોય તો સામાન્ય પબ્લિક સાથે કેવું ખરાબ વર્તન થતું હશે તેનું પણ અંદાજો લગાવી શકાય છે જો કે હવે ફરી એક વખત વકીલોને જ અન્યાય થઈ રહેલો માલુમ પડતા વકીલોએ ઠરાવ કરી લોક અદાલતનો બહિષ્કાર કરતા કોર્ટમાં લોક અદાલતમાં આવેલ અરજદારો, ફરિયાદીઓ વાદી પ્રતિવાદીઓની શું સ્થિતિ થશે તેને લઈને વાદી, પ્રતિવાદી, આરોપીઓ, ફરિયાદીઓમાં ચિંતાનો માહોલ પણ છવાઈ રહ્યો હોવાનું સામે આવી રહ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement