ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ઉપલેટા મામલતદારે રેતી ભરેલા ડમ્પર જપ્ત કરી ડ્રાઇવરોને કચેરીમાં પૂરી ફટકાર્યા

01:42 PM Aug 04, 2025 IST | Bhumika
Advertisement

ઇજાગ્રસ્ત ટ્રક ચાલકોને સારવાર માટે રાજકોટ ખસેડાયા, પોલીસે ફરિયાદ નહીં લીધાનો આક્ષેપ

Advertisement

ઉપલેટા પોરબંદર નેશનલ હાઈવે પર યાદવ હોટલ પાસેના રેતી ચારવા ના ચારણા પાસેથી રેતી ભરેલા બે ડમ્પરોને ઝડપી લીધા ઉપલેટાના મામલતદારે બે ચાલકોને કચેરીએ લાવી ઓફીસમાં બંધ કરી બેફામ મારમારવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે બન્ને ટ્રક ડ્રાઈવરને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામ આવ્યા હતા. બીજી તરફ ગેરકાયદેસર ખનીજ બાબતે મામલતદાર કચેરી સ્ટાફ રેતી ભરેલા ડમ્પર અટકાયત કરી કબજો મેળવવાની કામગીરી કરેલ હતી અને આ કામગીરીમાં તેમની ફરજમાં રૂૂકાવટ કરી ગાળા ગળી કર્યા હોવાનો ટ્રક ડ્રાઈવર સામે આક્ષેપ કરવામાં આવ્યો હતો. જોકે આ મામલે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ દાખલ થઇ નથી.

આ મામલે સામે ટ્રક માલિક અને તેમના ડ્રાઇવર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ડ્રાઈવરને મામલતદાર કચેરીના સ્ટાફ દ્વારા બેફામ ગાળો અને તેમને ગંભીર રીતે માર મારવામાં આવતા ઇજાગ્રસ્ત ડ્રાઇવરોને પ્રથમ ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડી ઉપલેટા મામલતદાર તેમજ નાયબ મામલતદાર સહિત ડ્રાઇવર સામે ઉપલેટા પોલીસ સ્ટેશનમાં અને રાજકોટ જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે ફરિયાદ કરવામાં આવી હતી પરંતુ ફરિયાદનું કોઈ પણ પ્રકારનું નિકાલ કે નિરાકરણ નહીં આવતા ગાંધીનગર વિવિધ કચેરીઓમાં આ મામલે આધાર પુરાવાઓ સાથે ફરિયાદ કરવામાં આવી હોવાનું ટૂંક માલિક દ્વારા જણાવવામાં આવ્યું છે.

અંગે જણાવવામાં આવ્યું છે કે ગત રોજ પોરબંદર ગામના વીર ટ્રેડ સપોર્ટ એન્ડ મિનરલ પી કંપનીના ટૂંક લઈને ઉપલેટા પાસેના પોરબંદર રોડ યાદવ હોટલ પાસે રહેતી વોશિંગ કરવામાં આવી રહી હતી તે દરમિયાન ઉપલેટા મામલતદાર કચેરીના નાયબ મામલતદાર મહેશ કરંગીયા તથા ડ્રાઇવર ભગીરથસિંહ અને જીતુભાઈ કરંગીયાએ બોલેરો ગાડીમાં આવી વાહનોની રોયલ્ટી ભરેલ પહોંચ્ય તથા કાગળો તપાસેલ જેમાં એક ગાડીની રોયલ્ટી હતી જ્યારે અન્ય એક ગાડી ની રોયલ્ટી બ્લોક થયેલ હતી તેવું જણાવ્યું જેમાં ઉપલેટા મામલતદાર નિખિલ મહેતા દ્વારા ટૂંક ચેકિંગ માટે આવેલા ત્રણેય વ્યક્તિઓ પાસેથી પચ્ચીસ હજાર જેવી રકમ લેવા મામલતદાર ઉપલેટાએ જણાવેલ જે બાદ ગાડી મામલતદાર ઓફિસે લઈ ગયા બાદ મામલતદાર કચેરી ખાતે લાઈટો બંધ કરી ડ્રાઇવરોને બેકામ માર મારી ગાળો કાઢી ઈજા પહોંચાડી હોવાનું જણાવેલ જે બાદ ઇજાગ્રસ્તોને સારવાર માટે પ્રથમ ઉપલેટા સરકારી હોસ્પિટલમાં અને બાદમાં રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

આ અંગે ટ્રક માલિક દ્વારા આક્ષેપ કરવમાં આવ્યો હતો કે, બન્ને રેતી ભરેલા ડમ્પરને કબજે કરી ઉપલેટા મામલતદાર કચેરી ખાતે લઈ ગયેલ અને બાદમાં ઉપલેટા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ તે અંગેના કોઈપણ રિપોર્ટ કે મેમો અથવા સીઝ મેમો ઉપલેટા પોલીસ કે ઉપલેટા મામલતદાર દ્વારા આજ દિન સુધી આપવામાં આવેલ નથી ફરિયાદીના જણાવ્યા પ્રમાણે મામલતદાર નિખિલ મહેતા નશાની હાલતમાં હોય અને વારંવાર નશાની હાલતમાં આ પ્રકારનું કૃત્ય કરતા હોય તેવું સૂત્રો પાસેથી અને ઇજાગ્રસ્ત વ્યક્તિઓ પાસેથી માહિતીઓ પ્રાપ્ત થઈ છે ત્યારે આ મામલે તપાસ થશે તો સ્થાનિક પોલીસ મામલતદાર કચેરી સ્ટાફ સહિતનાઓના તપેલા ચોક્કસ પણે ચડી જશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી તેવું કાયદા નિષ્ણાંતો અને ભોગ બનનારાઓનું રટણ હોવાની માહિતી સામે આવી છે.

Tags :
gujaratgujarat newsUpletaupleta mamlatdarUpleta news
Advertisement
Next Article
Advertisement