For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઉપલેટા પંથકમાં અઢી ક્લાકમાં બે ઇંચ વરસાદથી જળબંબાકાર

12:15 PM Jul 12, 2024 IST | Bhumika
ઉપલેટા પંથકમાં અઢી ક્લાકમાં બે ઇંચ વરસાદથી જળબંબાકાર
Advertisement

સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ ઉપર મેધરાજા મહેરબાન થઈ છેલ્લા 15 દિવસથી ધમાલ મચાવી રહયા છે. ગુજરાતના તમામ શહેરો અને ગામડાઓમાં સર્વત્ર વરસાદ વચ્ચે પણ ગરમી યથાવત નોંધાઈ રહી છે. વાતાવરણમાં ખુબજ ઉકળાટ હોવાથી હજુ પણ ભારે વરસાદ થવાની જાણ વયસ્ક (તજજ્ઞ) લોકો કરી રહ્યા છે. સૌરાષ્ટ્ર કચ્છના મોટા પ્રમાણના જળાશયોમાં પણ પાણીની આવક યથાવત જોવા મળતા મોટા ભાગે ભરાઈ આવેલ છે. આ બધું થયા બાદ પણ હજુ વાતાવરણમાં ઉકળાટ અને ભેજ જોવા મળી રહયો છે. જે આગામી દિવસો દરમ્યાન સારો વરસાદ થશે તેમ સ્પષ્ટ જણાઈ રહયું છે.

એક અઠવાડીયાના વિરામ અને ભારે ઉકળાટ બાદ આજે સવારે ઉપલેટા પંથકમાં સવારના 7 વાગ્યાથી ધીમીધારે વરસાદ શરૂૂ થયેલ હતો. જે થોડી વારમાં ભારે ગાજવીજ અને કરંટ સાથે કડાકા ભેર વરસી પડતા લગભગ 2 કલાકમાં 55 મી.મી. (2 ઈંચ) ઉપર વરસાદ નોંધાયેલ છે. સમગ્ર પંથકમાં વરસાદના પગલે તાલુકાના ભાયાવદર ગામે હોળીધાર વિસ્તારમાં રહેતા ઓસમાણ ઈશાક ધુધા ના ઘરે વરસાદ દરમ્યાન વિજળીએ દસ્તક દેતાં કોઈ જાની તો થયેલ નથી પરંતુ ઘરમાં રહેલ ઈલેક્ટ્રીક ઉપકરણો સહિત મીલ્કક્તને સાથે સામેલ છે.

Advertisement

નુકશાન પહોંચ્યું હોવાનું જાણવા મળેલ છે. જેમની ઈન્સેટ તસ્વિરો પણ આ સમગ્ર તાલુકામાં 2 થી 3 ઈંચ વરસાદ નોંધાયા બાદ ઉપલેટા તાલુકામાં આવેલ વેધુ 2 ડેમ સાઈટ ઉપર વરસાદ થતા તેમની જળ સપાટીમાં પણ વધારો થઈ કુલ સપાટી 54 16 મીટર થી 45.64 મીટર એ પહોંચી ગયેલ છે.

જયારે તાલુકાનો બીજો ડેમ ભાયાવદરના મોજીરા સ્થિત ગામે આવેલ કુલ સપાટી 44 ફુટ થી 32 ફુટ એ પહોંચી હોવાનું જાણવા મળી રહયું છે. પરંતુ વાતાવરણ જોતા અને છેલ્લા 10 વર્ષના રીપોર્ટના આધારે ઉપલેટા તાલુકાના બન્ને માંથી એક પણ ડેમ ખાલી રહચા નથી દર સાલ ઓવર ફલો થતા આવ્યા છે. આ વખતે પણ થોડું ઘટતું હોવાથી આગામી દિવસો દરમ્યાન ઉપરોક્ત બાબતે વરસાદ થશે તો બન્ને ડેમ ઓવરફલો થઈ શકે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement