For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઉપલેટા શહેર તાલુકા કોંગ્રેસ દ્વારા એલપીજી અને એસટીના ભાડા વધારાના વિરોધમાં સૂત્રોચ્ચાર-આવેદનપત્ર

11:07 AM Apr 12, 2025 IST | Bhumika
ઉપલેટા શહેર તાલુકા કોંગ્રેસ દ્વારા એલપીજી અને એસટીના ભાડા વધારાના વિરોધમાં સૂત્રોચ્ચાર આવેદનપત્ર

તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા એલપીજી ગેસમાં રૂૂપિયા 50 નો ભાવ વધારો કરતા અને રાજ્ય સરકાર દ્વારા સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની એસટી બસમાં 10% નો ભાડા વધારો કરતા આ બંને ભાવ વધારાના કારણે પ્રજામાં આક્રોશ ઉત્પન્ન થયો છે ત્યારે આ ભાવ વધારા નો વિરોધ કરવા અને સરકાર સુધી લોકોનો આક્રોશ પહોંચાડવા ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા આજે ઉપલેટા મામલતદાર કચેરી ખાતે સૂત્રોચાર કરી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવેલ હતું.

Advertisement

આવેદનપત્ર આપતા શહેર કોંગ્રેસ પ્રમુખ કૃષ્ણકાંત ચોટાઈએ જણાવેલ હતું કે સમગ્ર દેશમાં મંદી અને મોંઘવારીએ માંઝા મૂકી છે ત્યારે એસટી બસમાં 10% નો ભાડા વધારો અને એલપીજી ગેસમાં ₹50 નો ભાવ વધારો મધ્યમ વર્ગના માણસ ઉપર કમર તોડ બોજો બની રહેશે.

એસ.ટી.એ ભાડા વધારો કરતા હવે ખાનગી વાહનો પણ 10 થી 50 ટકાનો ભાડા વધારો કરશે જે ભાડા વધારો પ્રજાને પડ્યા ઉપર પાટુ સમાન રહેશે આ અંગે લોકોમાં રોષ વ્યાપી રહ્યો છે ત્યારે આ રોશને સરકાર સુધી પહોંચાડવા માટે આજે અમે કોંગ્રેસના આગેવાનો સર્વશ્રી ભુપતભાઈ કનેરિયા તાલુકો કોંગ્રેસ પ્રમુખ લાખાભાઈ ડાંગર તાલુકો પંચાયતના પૂર્વ પ્રમુખ લખમણભાઇ ભોપાળા નગરપાલિકા વિરોધ પક્ષના નેતા જયદેવસિંહ વાળા ગુલામ હુસેન બાપુ બાબુભાઈ ડેર નારણભાઈ આહીર નિશીથ કાલાવડીયા જયદીપભાઇ ચંદ્રવાડીયા ઈરફાનભાઇ મુલ્લા મેરામભાઇ ભારાઈ વગેરે હાજર રહ્યા હતા

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement