ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

વાંકાનેર પંથકમાં કમોસમી વરસાદથી ઉભા પાકને નુકસાન, સહાયની માંગ

11:36 AM Oct 30, 2025 IST | admin
Advertisement

વાંકાનેર વિસ્તારમાં છેલ્લા બે દિવસોથી પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન થયું છે. ખાસ કરીને કપાસ, મગફળી તથા અન્ય ખેતપાક પર કુદરતના આકરાં પ્રકોપથી ખેડૂતોના સપના પાણીમાં વિલાયા છે. ખેડૂતનો તૈયાર થયેલો માલ અને મહેનતનું ફળ કમોસમી વરસાદના કારણે બરબાદ થઈ ગયું છે, જેના લીધે ખેડૂતો ગંભીર આર્થિક સંકટમાં સપડાયા છે.

Advertisement

ત્યારે આ મામલે વાંકાનેર કોંગ્રેસ અગ્રણી આબીદભાઈ ગઢવારાએ જણાવ્યું હતું કે, ખેડૂતપુત્ર તરીકે મને ખેડૂતોની પીડા સમજાય છે. કુદરતી આપત્તિથી થયેલા નુકસાનની સરકાર તરફથી યોગ્ય રીતે વળતર રૂૂપે સહાય ચુકવવામાં આવે તેવી અમારી સ્પષ્ટ માંગ છે. ખેડૂતનો જીવતો ધંધો એટલે ખેતી હવે જો કુદરત પણ વિરોધમાં હોય તો સરકાર તો ઓછામાં ઓછું સહાયરૂૂપ બનવી જ જોઈએ. ખેડૂતનો તૈયાર થયેલો માલ જુટવાઈ ગયો છે, હવે આ જગતના તાત ક્યાં જાય ? સરકાર તાત્કાલિક ખેડૂતોના વાહરે આવે, પીડિત ખેડૂતોનું સર્વેક્ષણ કરી યોગ્ય સહાયની જાહેરાત કરે તેવી માંગ કરવામાં આવી છે. સ્થાનિક ખેડૂતોમાં પણ સરકારી સહાય માટે આશાની નજર સાથે રાહ જોઇ રહ્યા છે..

Tags :
gujaratgujarat newsunseasonal rainWankanerWankaner news
Advertisement
Next Article
Advertisement