ખોખડદડ પાસે રાધેશ્યામ પાર્ટી પ્લોટમાં લગ્નના રિસેપ્શનમાં બઘડાટી, વેપારી પર ચારનો હુમલો
રાજકોટ શહેરમા માંડા ડુંગર પાસે રઘુનંદન પાર્કમા રહેતા ઇમીટેશનનાં વેપારી ગઇ તા. 6 નાં રોજ રાત્રે કોઠારીયા ખોખડદડ રોડ પર રાધેશ્યામ પાર્ટી પ્લોટમા લગ્નનાં રીસેપ્શનમા હતા ત્યારે અગાઉની ફરીયાદનો ખાર રાખી 4 શખ્સોએ ઢીકા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા આજીડેમ પોલીસ મથકમા ફરીયાદ નોંધવામા આવી છે.
વધુ વિગતો મુજબ રઘુનંદન પાર્કમા રહેતા અને ઇમીટેશનનુ કામ કરતા અનીલભાઇ કાનજીભાઇ પરમાર (ઉ. વ. 45 ) એ તેમનાં સમાજનાં દીપક શાંતીભાઇ ઓડવીયા , મનોજ કાના ગોહેલ, સોનુ જીજ્ઞેશ નવાપરીયા, વિમલ જીજ્ઞેશ નવાપરીયા વિરુધ્ધ પોલીસમા ફરીયાદ નોંધાવી છે. ફરીયાદી અનીલભાઇએ પોતાની ફરીયાદમા જણાવ્યુ હતુ કે પોતે ગઇ તા. 6 નાં રોજ ખોખડદડ ગામે પાસે આવેલા રાધેશ્યામ પાર્ટી પ્લોટ ખાતે મામાનાં દીકરા પંકજ ગોહેલનાં લગ્નનુ રીસેપ્શન હોય ત્યા ગયા હતા તેઓ જમ્યા બાદ ગેઇટની બહાર એકટીવા પાર્ક કર્યુ હતુ અને તેમાથી દીકરા માટે શાલ ઓઢવાની રાખેલ હોય જે લેવા જતા હતા ત્યારે ગેઇટ નજીક પહોંચતા અગાઉનાં ઝઘડાનો ખાર રાખી તેમનાં સમાજનાં દીપક, મનોજ, સોનુ અને વિમલ સહીતનાંઓએ ગાળો આપી અને બોલાચાલી કરી હતી અને માથે તેમજ શરીરે ઢીકા પાટુનો માર મારતા ફરીયાદી અનીલભાઇએ દેકારો કરતા સગા સબંધીઓ ત્યા દોડી આવ્યા હતા.
અને અનીલભાઇને વધુ મારમાથી છોડાવ્યો હતો . આ સમયે જતા જતા આરોપીએ કહયુ કે આજે તો આલોકોએ તને બચાવી લીધો છે પણ હવે અમને તુ કયાય મળીશ તો જાનથી મારી નાખીશુ. તેવી ધમકી આપી હતી . આ ઘટના બાદ ફરીયાદી અનીલભાઇએ ખાનગી હોસ્પીટલમા સારવાર લીધા બાદ આજી ડેમ પોલીસ મથકમા ફરીયાદ નોંધાવી હતી.