For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

યુવાધનને બરબાદ કરતા બે પેડલરને પોલીસે અમદાવાદ-વડોદરા જેલમાં ધકેલ્યા

04:44 PM Dec 08, 2025 IST | Bhumika
યુવાધનને બરબાદ કરતા બે પેડલરને પોલીસે અમદાવાદ વડોદરા જેલમાં ધકેલ્યા

એસઓજીની ટીમે 2025 ની સાલમાં 14 પેડલરો વિરુધ્ધ પીઆઇટી એકટ હેઠળ તમામને જેલમાં ધકેલ્યા

Advertisement

ડ્રગ્સનુ દુષણ દુર કરવા માટે એસઓજીની ટીમ દ્વારા સે નો ટુ ડ્રગ્સ હેઠળ ઝુંબેશ ચલાવવામા આવી રહી છે અને યુવા ધનમા ડ્રગ્સનુ દુષણ અટકાવવા માટે એસઓજીની ટીમે કેટલાક ડ્રગ્સ પેડલરો ઝડપાયા બાદ જામીન પર છુટી ફરી પાછી ડ્રગ્સ વેચવાની પ્રવૃતી કરે છે. તેમણે ઝડપી લેવાનુ આયોજન કરવામા આવ્યુ હતુ.

જેમા પોલીસ કમીશનર બ્રજેશ ઝા ની સુચનાથી આવા કેસમા દરખાસ્ત તૈયાર કરી સીઆઇડી ક્રાઇમ ડીજીપી સમક્ષ મોકલવા સુચના આવી કાર્યવાહી કરવાથી માદક પદાર્થનો ધંધો કરતા શખ્સો પર અંકુશ રહે અને લોકોની આર્થીક અને સામાજીક સુખાકારીને પાયમાલીનાં માર્ગ તરફ લઇ જતી અટકે તેમજ કાયદાનો કડક અમલ થાય તે માટે એનડીપીએસનાં કેસમા પકડાયેલા દાનીશ હનીફ કંડીયા (રહે. જંગલેશ્ર્વર હુશેની ચોક ) ને અમદાવાદ જેલ ખાતે અને જંગલેશ્ર્વર શેરી નં 9 કાજલ પાન વાળી શેરીમા રહેતા હબીબ હારુન ખીયાણીને વડોદરા જેલમા પીઆઇટી એનડીપીએસ એકટ હેઠળ ધકેલી દેવામા આવ્યા હતા.

Advertisement

આ કામગીરી એસઓજીનાં પીઆઇ એસ એમ જાડેજા, પીએસઆઇ વી. વી. ધ્રાંગુ, એએસઆઇ અરુણભાઇ બાંભણીયા, દીગ્વિજયસિંહ ગોહીલ, મૌલીકભાઇ સાવલીયા, હાર્દીકસિંહ પરમાર , યોગેન્દ્રસિંહ ઝાલા, ઇન્દુભા જાડેજા તેમજ પીસીબી શાખાનાં રાજુભાઇ , ઇન્દ્રજીતસિંહ અને સીઆઇડી ક્રાઇમ પારસભાઇ ટાંકે કામગીરી કરી હતી. આ મામલે પીઆઇ જાડેજાએ જણાવ્યુ હતુ એસઓજી શાખાએ આ વર્ષે પીઆઇટી એનડીપીએસ એકટ હેઠળ 14 આરોપીઓને જેલ હવાલે કરી દીધા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement