શાપરમાં પ્રેમ સંબંધનો ખાર રાખી યુવકનું પાંચ શખ્સોએ કારમાં અપહરણ કરી માર માર્યો
યુવાનને ચા પીવા બહાર બોલાવી ભંડારિયાથી આવેલા શખ્સોએ ગુનાને અંજામ આપ્યો ; પોલીસ તપાસ જારી
શાપરમા રહેતા યુવકને ભંડારીયાથી કારમા આવેલા શખ્સોએઅ ચા પીવાનાં બહાને બહાર બોલાવી પ્રેમ પ્રકરણનો ખાર રાખી કારમા અપહરણ કરી માર માર્યો હોવાનાં આક્ષેપ સાથે યુવકને સારવાર માટે રાજકોટ ખસેડવામા આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત શાપર વેરાવળમા રહેતા તુલશી ડાયાભાઇ ભાસ્કર નામનો રર વર્ષનો રાત્રીનાં નવેક વાગ્યાનાં અરસામા હતો ત્યારે દીનુ ગોલતર , ગાંડુ, બાલાજી સહીતનાં શખ્સોએ કારમા ઉઠાવી જઇ અપહરણ કરી માર માર્યો હતો . હુમલામા ઘવાયેલા યુવકને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલમા દાખલ કરવામા આવ્યો હતો.
પ્રાથમીક તપાસમા તુલશી ભાસ્કર મુળ ગોંડલનાં ભંડારીયા ગામનો વતની છે. અને ભંડારીયા ગામે સ્મશાન મુદે ઝઘડો થયા બાદ શાપરમા રહેતા યુવકને હુમલાખોર શખ્સોની યુવતી સાથે પ્રેમ સબંધ થયો હતો. જે પ્રેમ પ્રકરણનો ખાર રાખી ભંડારીયાથી આવેલા શખ્સોએ તુલશી ભાસ્કરનુ ચા પીવાનાં બહાને હોટલે બોલાવી અપહરણ કરી માર માર્યો હોવાનો આક્ષેપ કરવામા આવ્યો છે આક્ષેપનાં પગલે શાપર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
