ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

હજુ બે દિવસ કમોસમી વરસાદની આગાહી

01:50 PM May 12, 2025 IST | Bhumika
Advertisement

10-જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસાનુ થશે આગમન

Advertisement

રવિવારે જામનગર, અમરેલી, દ્વારકા, અરવલ્લી સાબરકાંઠા અને મહેસાણા જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યા બાદ પણ આગામી 48 કલાક હવામાન વિભાગની માવઠાની આગાહી છે. સારા સમાચાર એ છે કે, આ વખતે 10 જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ જશે. જોકે, હાલ વરસી રહેલા કમોસમી વરસાદથી કેરી સહિતના પાકોને મોટાપાયે નુકસાન થયું છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આજે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદમાં, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર અને રાજકોટમાં હળવા વરસાદની આગાહી છે.
આજે અને આવતી કાલે કમોસમી વરસાદની આગાહી છે. બંને દિવસોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની હવામાનની આગાહી છે. કેટલાક જિલ્લાઓમાં પવન સાથે કમોસમી વરસાદ ત્રાટકશે. રવિવારે 8 જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો. અરવલ્લી, મહેસાણા અને સાબરકાંઠા, દ્વારકા, જામનગર, જૂનાગઢ, ડાંગ, પોરબંદર અને અમરેલી કમોસમી વરસાદ નોંધાયો.

આ વર્ષે ગુજરાતમાં 10 જૂનની આસપાસ ચોમાસું આવી જશે. 10 જૂનની આસપાસ ચોમાસું ગુજરાતમાં પ્રવેશસે તેવી આગાહી છે. સાથે જ રાજ્યમાં આ વર્ષે ધોધમાર વરસાદ પડવાની આગાહી પણ છે. જોકે, ચોમાસું આવે તે પહેલા જ ગુજરાતમાં સવા ઈંચ વરસાદ ગયો છે.

કડીમાં અંડરબ્રિજમાં પાણી ભરાતા સ્કોર્પીયો કાર ડૂબી, ચાલકનું મૃત્યુ
મહેસાણાના કડીમાં વરસાદે તારાજી સર્જી છે, ગઈકાલ સાંજે મહેસાણામાં ભારે વરસાદ પડયો હતો જેના કારણે અંડરપાસમાં પાણી ભરાયા હતા, કડીમાં અંડરપાસમાં પાણી ભરાતા એક વ્યકિતનું ડૂબી જતા મોત થયું છે, તો અન્ય વાહનચાલકોના વાહનો પણ પાણીમાં ફસાયા હોવાની વાત સામે આવી છે, હર્ષદ પંચાલ નામના વાહનચાલકનું મોત થયું હતું. મહેસાણામાં વરસાદે ગઈકાલ સાંજથી જમાવટ કરી હતી જેના કારણે અનેક વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ છે, ભારે વરસાદથી અંડરપાસમાં પાણી ભરાયા હતા અને પાણી ભરાતા 4 વાહનો અંડરપાસમાં ફસાયા હતા, તો ફાયર વિભાગે અને સ્થાનિકોએ મહેનત કરીને ફસાયેલી 2 ગાડીઓને બહાર કાઢી હતી.

ઊંઝા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સાંજના સમયે અચાનક વાતવરણમાં પલટો આવતા વાદળછાયું વાતવરણ સર્જાયું હતું.જે કમોસમી વરસાદ શરૂૂ થયો હતો ગાંધી ચોક,વિસનગર ચોકડી જેવા અનેક વિસ્તારોમાં દિવસભરના ઉકળાટ બાદ સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો જેને લઈ અચાનક કમોસમી વરસાદ શરૂૂ થયો હતો.જેને લઈ રોડ ઉપર પાણી ફરી વળ્યા હતા.કડીમાં પણ રાતે વરસાદ વરસ્યો હતો.પાટણના સાંતલપુર પંથકમાં રવિવારે રાત્રે વરસાદ વરસ્યો હતો.

Tags :
gujarat newsrainunseasonal rainUnseasonal rain forecast
Advertisement
Next Article
Advertisement