રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ગુજરાતમાં વધતી જતી ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી

03:53 PM Mar 22, 2024 IST | Bhumika
Advertisement

ગુજરાતમાં ચોમાસાની વિદાય બાદ શિયાળામાં પણ માવઠાએ કેડો મુક્યો નથી અને હવે ઉનાળાની શરૂઆત સાથે માવઠાએ કમઠાણ માંડ્યું હોય તેમ ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આગાહી આવી ગઈ છે. આજે અને આવતી કાલે કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે.

Advertisement

ગુજરાતમાં ગરમીમાં સતત વધારો થઈ રહ્યો છે અને આજે 13 શહેરમાં તાપમાન 37 ડિગ્રીને પાર થયું હતું. વધતી જતી ગરમી વચ્ચે હવે આવતીકાલે દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, કચ્છમાં હળવા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. અમરેલીમાં 40.2 ડિગ્રી સાથે સૌથી વધુ ગરમી નોંધાઇ હતી જ્યારે રાજકોટમાં 40.1 ડિગ્રી સાથે સતત બીજા દિવસે પારો 40 ડિગ્રીને પાર નોંધાયો હતો.

યાં 37 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું તેમાં પોરબંદર, ભુજ, વડોદરા, સુરત, છોટા ઉદેપુર, ડીસા, અમદાવાદ, ભાવનગર, ગાંધીનગર, નલિયા, જામનગરનો સમાવેશ થાય છે. હવામાન વિભાગના અનુમાન અનુસાર આગામી 5 દિવસ રાજ્યના તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહિવત્ છે. આજે અમદાવાદમાં 37.4 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 1 ડિગ્રીનો વધારો થયો હતો. હવામાન વિભાગના મતે આગામી 27 માર્ચ સુધી અમદાવાદનું તાપમાન 39 ડિગ્રીની આસપાસ રહેશે. બીજી તરફ હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના અનુમાન અનુસાર આગામી 27 માર્ચ બાદ અમદાવાદમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર જઈ શકે છે.

Tags :
gujaratgujarat newsunseasonal rain
Advertisement
Next Article
Advertisement