For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આણંદમાં મનોદિવ્યાંગ યુવતી ઉપર પિતરાઇ ભાઇએ અવારનવાર આચર્યુ દુષ્કર્મ

07:00 PM Jan 07, 2025 IST | Bhumika
આણંદમાં મનોદિવ્યાંગ યુવતી ઉપર પિતરાઇ ભાઇએ અવારનવાર આચર્યુ દુષ્કર્મ

આણંદનાં આંકલવા ગામે ભાઈ-બહેનનાં પવિત્ર સબંધને શર્મસાર કરતી ઘટના બનવા પામી હતી. જેમાં સગીરાની એકલતાનો લાભ લઈ પિતરાઈ ભાઈએ અવાર નવાર દુષ્કર્મ આચર્યું હતું. જેને પગલે મહિલા ગર્ભવતી થતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. ત્યારે આ અંગે આંકલવા પોલીસે શખ્સને ઝડપી પાડી તેની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Advertisement

પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ આણંદનાં આંકલાવ ગામે રહેતી દિવ્યાંગ સગીરા પર તેનાં જ પિતરાઈ ભાઈએ અવાર નવાર દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે 2 જાન્યુઆરીનાં રોજ સગીર પુત્રીને પેટમાં દુ:ખાવો થતા માતા-પિતા તેને હોસ્પિટલ સારવાર અર્થે લઈ ગયા હતા. જ્યાં સમગ્ર મામલો બહાર આવવા પામ્યો હતો. ત્યારે સમગ્ર મામલો બહાર આવતા તેણીનાં માતા-પિતા પણ ચોંકી ઉઠ્યા હતા. પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ પિતરાઈ ભાઈ અવાર નવાર સગીરા સાથે તેનાં ઘર પાસે આવેલ બંધ પેટ્રોલ પંપ પર તેની મરજી વિરૂૂદ્ધ દુષ્કર્મ આચરતો હતો. ત્યારે હાલ સગીરાને વડોદરાની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ છે. તેમજ આંકલાવ પોલીસે યુવક વિરૂૂદ્ધ ફરિયાદ નોંધી તેને ઝડપી પાડી તેની પૂછપરછ હાથ ધરી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement