રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજકોટમાં 15 મિનિટ કમોસમી ચોમાસું જામ્યું

03:42 PM Mar 02, 2024 IST | Bhumika
Advertisement

સૌરાષ્ટ્રના જામનગર, કચ્છ, દ્વારકા સહીતના જિલ્લાઓમાં આજે વહેલી સવારે કમોસમી વરસાદ ત્રાટકયા બાદ બપોરે બાર વાગ્યા આસપાસ અચાનક જ તોફાની પવન સાથે કમોસમી વરસાદ તુટી પડતા રસ્તાઓ ઉપર પાણી વહેવા લાગ્યા હતા.

Advertisement

શહેરમાં થોડા સમય માટે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. અને ખુલ્લામાં પડેલો માલસામાન બચાવવા લોકો દોડધામ કરતા જોવા મળ્યા હતા. જયારે અમુક સ્થળે લગ્ન મંડપોના સમિયાણા ઉડયા લાગ્યા હતા તેમજ લગ્ન સ્થળોએ પાણી ભરાઇ જતાં વર-ક્ધયાપક્ષના લોકો મુકશ્કેલીમાં મુકાઇ ગયા હતા.

આજે વહેલી સવારથી જ શહેરના આકાશમાં વાદળો ગોરંભાયેલા જોવા મળ્યા હતા અને સુર્ય નારાયણની સંતાકુંકડી વચ્ચે સવારે 11.50 કલાકે ધીમીધારે વરસાદ શરૂ થયા બાદ થોડી વારમાં જ તોફાની પવન સાથે જોરદાર વરસાદ શરૂ થયો હતો. પરિણામે રસ્તાઓ ઉપર પાણી વહેવા લાગ્યા હતા. લગભગ પંદરેક મિનિટ સુધી વરસાદની ધમાચકડી ચાલુ રહેતા ટુ-વ્હીલર વાહન ચાલકો ભીંજાયા હતા તેમજ ખુલ્લામાં પડેલો દુકાનદારોનો માલસામાન પલળી ગયો હતો. ગાજવીજ સાથે ખાબકેલા કમોસમી વરસાદના કારણે વીસેક મીનીટ સુધી ચોમાસા જેવો માહોલ જામ્યો હતો.

રાજકોટ મહાનગરપાલિકાના ચોપડે શહેરના વેસ્ટઝોનમાં 11 મીમી અને સેન્ટ્રલ ઝોનમાં 9 મીમી વરસાદ નોંધાયો હતો જયારે ઇસ્ટઝોનમાં માત્ર બે મીમીનું ઝાપટુ પડયું હતું.જો કે રાજકોટ માર્કેટ યાર્ડમાં માવઠાની આગાહીના કારણે આગોતરૂ આયોજન કરાયું હોવાથી અને ખુલ્લામાં માલ-સામાન ઉતારવાની મનાઇ કરી હોવાથી અને ખુલ્લામાં પડેલી જણસો અગાઉથી જ પ્લાસ્ટીકથી કવર કરી લીધી હોવાથી ખાસ નુકશાનીના અહેવાલો નથી. જો કે આમ છતાં ગ્રાઉન્ડમાં પાણી વહેતા થઇ જતા ઢાંકેલો માલ પણ પલળી ગયો હતો.

કેકેવી સર્કલ હાઇલેવલ બ્રિજ ઉપર અનેક ટુ-વ્હિલર સ્લીપ થયા

સૌરાષ્ટ્રમાન આજે વહેલી સવારઘી કચ્છ, દ્વારકા, જામનગર, રાજકોટમાં કમોસમી વરસાદ ત્રાટકયો હતો જેમાં બપોરે 12 વાગ્યા આસપાસ રાજકોટમાં અચાનક જ વરસાદ તુટી પડતા કે.કે.વી સર્કલ પર બનાવવામાં આવેલા નવા હાઇલેવલ ઓવરબ્રીજ ઉપર ચાલુ વરસાદે અનેક ટુવ્હીલર ચાલકો લપસી પડયા હતા. જેમાંથી અમુક વાહન ચાલકોને સામાન્ય ઇજાઓ પણ પહોંચી હતી. આજ રીતે સિવિલ હોસ્પીટલના ઓવરબ્રીજ ઉપર પણ કેટલાક વાહન ચાલકો સ્લિપ થયા હતા.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newsUnseasonal monsoonunseasonal rain
Advertisement
Next Article
Advertisement