દિવાનપરા વિસ્તારમાં વિધર્મીઓ દ્વારા બેફામ ગેરકાયદે કારખાનાનું બાંધકામ
શહેરના દિવાનપરા વિસ્તારમાં શેરી નં.3માં વિધર્મીઓ દ્વારા અનઅધિકૃત રિતે કારખાનાના બાંધકામો શરૂ કરી અસામાજીક પ્રવૃત્તિઓ કરતા હોય આ વિસ્તારમાંથી બેન-દિકરીઓને મુશ્કેલ બની ગયું છે. તેમજ આ લોકો દ્વારા મકાનો વેચાતા લઈ પોતાના એકમો સ્થાપવાનું ચાલુ કરતા વર્ષોથી રહેતા રહેવાસીઓને હિઝરત કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ હોવાની રજૂઆત આજે મહાનગરપાલિકાના મેયરને કરી હતી. દિવાનપરા વિસ્તારના લતાવાસીઓએ ઘણા લાંબા સમયથી પડતી મુશ્કેલીઓ અંગે આજે મેયરને રજૂઆત કરી જણાવેલ કે, દિવાનપરા વિસ્તારમાં દિવાનપરા શેરી નં. 3 માં વિધર્મી ધ્વારા અનઅધિકૃત ઈન્ડસ્ટ્રીયલ મોટા કારખાના લેવલનું પ્રદુષણ ફેલાવી શકે તેવું બાંધકામ રોડ લેવલથી 4-ફુટ બહાર કાઢેલ છે.
અમો દિવાનપરા વિસ્તારના ધર્મ પ્રેમી સર્વે લતા વાસીઓ ઘણા લાંબા સમયથી વિધર્મી ધ્વારા પ્રોપર્ટીની ખરીદી કરી સમગ્ર હિન્દુ વિસ્તારમાં ધાર્મિક દેવસ્થાનો હોય દુષણ ફેલાવી શકે છે. છતાં આજ સુધી કોઈ જાતની કાર્યવાહી કરવામાં અવી નથી. તેમજ મારા વિસ્તારના ધારા સભ્ય, સામાજીક આગેવાન, વેપારી સંગઠનો અને અધિકારીઓને વારંવાર રજુઆત કરેલ છે. પણ કોઈ નિકાલ થતો નથી. અમોએ આ પહેલા અશાંનઘારા ની. પણ રજુઆત કરેલ છે જે મીડીયામાં પણ આવેલ છે. અમોએ મહાનગરપાલિકાના અધિકારીઓને જાણ કરેલ છે. દિવાનપરા વિસ્તારના રહેવાસીઓને વિધર્મીઓ ધ્વારા પ્રોપર્ટી ખરીદી 2 ને ઈન્ડસ્ટ્રીઅલ મેર કયદેશર એકમો સ્થપાય તો દિવાનપરા વિસ્તારના રહેવાસીઓને હીજરત કરવી પડે તેવો ભય છે. અને આ સંપુર્ણ રેસીડેન્સીયલ વિસ્તારમાં પરપાંતિઓ તથા વિધર્મીઓ ધ્વારા નોનવેઝ અને તેને લગતી ગંદકી અને ટ્રાફીક સમસ્યા થઈ શકે તેમ છે અને આજુબાજુમાં ધાર્મિક મંદિરો જેવા કે હવેલી, સ્વામિનારાયણ મંદિર, દેરાસર, રામજી મંદિર, વિશ્વકર્મા મંદિર દિવાનપરા વિસ્તારમાં આવેલ છે.
તે ઉપરાંત આ વિસ્તારમાં વિધર્મીઓ ધ્વારા યેનકેન પ્રકારે મકાનો વેચાતા લઈ અસામાજીક પ્રવૃતિ અને સસ્તામાં મકાનો પડાવી પોતાનો વસવાટ વધારવા માંગે છે અને બહેન-દિકરીઓને વિસ્તારમાં નિકળવું હોય તો ક્ષોભની સ્થિતિ સર્જાય છે. આથી સમગ્ર લતાવાસીઓને પારાવાર પડતી મુશ્કેલીઓમાંથી બહાર કાઢી યોગ્ય રસ્તો કરવામાં આવે.