ભાણવડમાં ઓરડી અને દુકાનમાં અજાણ્યા શખ્સોએ આગ ચાંપી
ભાણવડમાં મંગળવારે રાત્રિના સમયે કોઈ તસ્કરોએ બાઈકની ચોરી કરી અને અહીં એક મંદિરની ઓરડી તેમજ એક દુકાનમાં આગ ચાંપી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ સમગ્ર પ્રકરણ સંદર્ભે જામનગર તાલુકામાં સ્વામિનારાયણ ટાઉનશિપ ખાતે રહેતા કારાભાઈ જેતસીભાઈ ગાગિયા ગામના 42 વર્ષના આહીર યુવાનને ભાણવડ પોલીસ મથકમાં જાહેર કરેલી વિગત મુજબ ભાણવડથી આશરે 12 કિલોમીટર દૂર ત્રણ પાટીયા વિસ્તારમાં મંગળવારે રાત્રિના સમયે કોઈ શખ્સોએ તેમનું રૂૂપિયા 15,000 ની કિંમતનું મોટરસાયકલ ચોરી કરીને લઈ જવા ઉપરાંત વેરાડ ગામના તળાવની પાળ પાસે આવેલા એક મંદિરના પૂજારીને રહેવા માટેની બંધ ઓરડીમાં તેમજ અન્ય એક આસામી મારખીભાઈ સામતભાઈ વસરાની ક્રિષ્ના ઇલેક્ટ્રીક નામની દુકાનમાં આગ લગાવી, નુકસાની પહોંચાડી હતી. આ સમગ્ર બનાવ સંદર્ભે ભાણવડ પોલીસે અજાણ્યા શખ્સો સામે ભારતીય સંહિતાની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. પી.એમ. ગોરફાડ દ્વારા હાથ ધરવામાં આવી છે.
દ્વારકામાં જુગાર રમતા ત્રણ ઝડપાયા
દ્વારકા નજીક આવેલા વાંચ્છું ગામના એક મંદિર પાસે બેસીને જાહેરમાં ગંજીપાના માટે જુગાર રમી રહેલા ગોવિંદ ભાવસંગભા બઠીયા, સાજણભા ખીરાજભા હાથલ અને માણસીભા ગાભાભા માણેક નામના ત્રણ શખ્સોને પોલીસે ઝડપી લઈ, રૂૂ. 2,760 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.