For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કોલેજોમાં નવો અભ્યાસક્રમ શરૂ કરવા માટે નેક એક્રેડિટેશન ફરજિયાત કરતી યુનિ.

05:17 PM Jan 29, 2025 IST | Bhumika
કોલેજોમાં નવો અભ્યાસક્રમ શરૂ કરવા માટે નેક એક્રેડિટેશન ફરજિયાત કરતી યુનિ

સૌ.યુનિ.ની બોર્ડ ઓફ ડિરેકટરની મળેલી બેઠકમાં નિર્ણય લેવાયો

Advertisement

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નવા એક્ટ બાદ અને કાયમી કુલપતિ ડો.ઉત્પલ જોશીની નિયુક્તિ બાદની બોર્ડ ઓફ ડિન્સની પ્રથમ બેઠક મળી હતી. જેમાં મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેમકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન પીજી (પોસ્ટ ગ્રેજ્યુએશન) ઇન્સ્ટિટ્યૂશન્સ ખાતે ચાલતા અનુસ્નાતક અભ્યાસક્રમો માટે સ્થાનિક તપાસ સમિતિના અહેવાલમાં કરાયેલ ભલામણને ધ્યાને લેવામાં આવી હતી. તમામ બાબતોને એકેડેમિક કાઉન્સિલને મંજૂરી માટે ભલામણ કરવામાં આવી હતી અને એ જ રીતે કુલપતિએ જે સંસ્થાઓને કાઉન્સિલના અભ્યાસક્રમો માટે પ્રમાણપત્ર આપ્યાની બહાલીની અપેક્ષાએ મંજૂરી આપેલ તેવી બાબતોને બહાલી આપવા ભલામણ કરવામાં આવી હતી.

આ ઉપરાંત સંલગ્ન કોલેજોમાં નવા અભ્યાસક્રમો શરૂૂ કરવા અંગે આવેલ દરખાસ્તોને સ્ટેચ્યુટ 275(6) મુજબ નેકમાં એક્રેડીટેશન મેળવવાનું રહેશે ત્યારબાદ દરખાસ્ત સ્વીકારવી. મહત્ત્વનું છે કે મોટાભાગની ખાનગી કોલેજો ગઅઅઈ એક્રેડીએટેડ નથી. જેથી આ કોલેજો નેશનલ અસેસમેન્ટ એન્ડ એક્રેડીએટેડ કાઉન્સિલનુ ઇન્સ્પેક્શન કરાવશે તેવી કોલેજોમાં જ હવે નવા અભ્યાસક્રમની માન્યતા મળશે. આ સાથે જ નવી કોલેજો શરૂૂ કરવા માટે આવેલી દરખાસ્તોને સ્ટેચ્યુટ 69 મુજબ નવેસરથી ઓનલાઈન પોર્ટલમાં દરખાસ્ત મંગાવવાની રહેશે.

Advertisement

આ ઉપરાંત પીએચ.ડી. માટેના ગાઈડની માન્યતા બાબતે ત્રણ વર્ષનો પી.જી .ટીચિંગનો અનુભવ ધરાવતા અધ્યાપકો જો યુ.જી.સીના નિયમો મુજબ વિવિધ જરૂૂરિયાતો સંતોષતા હોય અને સ્ટેચ્યુટ અમલમાં આવ્યા પહેલા અરજી કરેલી હોય તો ગાઈડશીપ આપવા માટેની કાર્યવાહી હાથ ધરવાની રહેશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement