For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કોટેચા સર્કલથી SNK સુધીનો યુનિ. રોડ 13 ફૂટ પહોળો કરાશે

05:28 PM Feb 19, 2024 IST | Bhumika
કોટેચા સર્કલથી snk સુધીનો યુનિ  રોડ 13 ફૂટ પહોળો કરાશે

રાજકોટમાં રોડ-રસ્તા હવે સાંકળા પડતા હોવાથી વાહન અને વસ્તી વધારાની દ્રષ્ટીએ લાઈન ઓફ પબ્લીકસ્ટ્રીટ હેઠળ રોડ પહોળા કરવાની કવાયત મનપાએ શરૂ કરી છે. કાલાવડ રોડની તમામ પ્રકારની કામગીરી પૂર્ણ થઈ ચુકી છે અને ગમે ત્યારે રોડ પહોળો થશે ત્યારે જ યુનિવર્સિટી રોડ 13 ફૂટ પહોળો કરવા માટે ફરી વખત મહાનગરપાલિકાએ સર્વેની કામગીરી પૂર્ણ કરી હવે રોડ બન્ને સાઈડ 2.2 મીટર પહોળો કરવા માટે કપાતમાં આવતી 88 નાની-મોટી મિલ્કતોને નોટીસ આપવાની કાર્યવાહી આરંભી છે.

Advertisement

કોટેચા સર્કલથી એસએનકે સ્કૂલ સુધીનો યુનિવર્સિટીનો રોડ 13 મીટરનો પહોળો કરવામાં આવશે તેમ ટાઉન પ્લાનીંગ વિભાગમાંથી જાણવા મળેલ છે.મનપાના ટાઉન પ્લાનીંગ વિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ કોટેચા સર્કલથી શરૂ થતા યુનિવર્સિટી રોડ ઉપર ટ્રાફિકનું ભારણ દિવસે દિવસે વધી રહ્યું છે. જેમાં ખાસ કરીને કોટેચા ચોકથી એસએનકે સ્કુલ સુધીના રોડ ઉપર ટ્રાફિક વધતા હવે કાલાવડ રોડની માફક યુનિવર્સિટી રોડ પહોળો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલના રોડને 13 મીટર પહોળો કરવામાં આવશે. આથી કોટેચા ચોકથી એસએનકે સ્કૂલ સુધીમાં થતાં 13 મીટર પહોળા રોડ માટે બન્ને સાઈડ 2.2 મીટર કપાત કરવાની થશે જેના માટે 88થી વધુ મિલ્કતો કપાતમાં આવનાર છે. આથી લાઈન ઓફ પબ્લીક સ્ટ્રીટ હેઠળ કપાતમાં આવતી મિલ્કત ધારકોને નિયમ મુજબનું જમીન સામે જમીનનું વળતર મળવા પાત્ર છે. સર્વેની કામગીરી હાલ પૂર્ણથઈ ગયેલ હોય ટુંક સમયમાં અસરગ્રસ્તોને નોટીસ આપવામાં આવશે તેવી જ રીતે કપાતમાં આવતી 88 મિલ્કતો પૈકી સરકારી મિલ્કતો કેટલી છે. તેનું લીસ્ટ તૈયાર કરી જે તે વિભાગને આ અંગેની સુચના આપવામાં આવશે. હાલના 24 મીટરના રોડને 13 મીટર વધુ પહોળો કરવામાં આવશે. જેમાં ખાસ કરીને કોટેચા સર્કલથી ઈન્દિરા સર્કલ સુધીના રોડ ઉપર વધુ મિલ્કતો તેમજ ઈન્દિરા સર્કલથી પંચાયત ચોક સુધીમાં કપાતમાં વધુ મિલ્કતો આવતી હોવાનું જાણવા મળેલ છે. આથી તમામ મિલ્કતોને લાઈન ઓફ પબ્લીક સ્ટ્રીટ હેઠળ આવરી લઈને અસરગ્રસ્તો સાથે બેઠક યોજી વળતર આપવા અંગેનો નિર્ણય લેવામાં આવશે. આમ હવે ટુંક સમયમાં કાલાવડ રોડ બાદ યુનિવર્સિટી રોડ પહોળો કરવા માટે મહાનગરપાલિકાએ કવાયત શરૂ કરી છે. જેથી આગામી વર્ષે બન્ને રોડ પહોળા થઈ જશે તેમ ટાઉનપ્લાનીંગ વિભાગમાંથી જાણવા મળેલ છે.

Advertisement

કાલાવડ રોડ પહોળો થશે કે કેમ?
મહાપાલિકાએ કાલાવડ રોડ પહોળો કરવા માટે કપાતમાં આવતી 62 મિલ્કતોને નોટીસ આપી તેમની સાથે બેઠક યોજી જમીન સામે જમીન તેમજ અન્ય વળતર અંગેની ખાતરી આપી હતી. છતાં જમીન સામે જમીન આપવાના કેસમાં નિયમવિરુદ્ધ અમુક સરગ્રસ્તોને 10 ટકા ફી માફી આપવામાં આવેલ જે કોકડું ગાંધીનગર સુધી પહોંચ્યા બાદ સરકાર દ્વારા આ અંગે જવાબ માંગવામાં આવ્યો છે. જેના કારણે 62 પેૈકી જે લોકોને જમીન સાથે જમીન મળી છે અને 10 ટકા રકમ માફ કરવામાં આવી છે. અસરગ્રસ્તોનું કોકડું હાલ ગુંચવાયેલ હોવાથી કાલાવડ રોડ હવે ક્યારે પહોળો કરવાની કાર્યવાહી હાથ ધરાશે તે કહેવું તંત્ર માટે પણ મુશ્કેલ બન્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement