For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

યુનિટી સિમેન્ટ દ્વારા RBAની સાધારણ સભામાં મહાનુભાવોનું કરાયું સ્વાગત

04:57 PM Sep 10, 2024 IST | Bhumika
યુનિટી સિમેન્ટ દ્વારા rbaની સાધારણ સભામાં મહાનુભાવોનું કરાયું સ્વાગત
Advertisement

તાજેતરમાં રાજકોટમાં રેજન્સી લગૂન રિસોર્ટ ખાતે યોજાયેલ ગુજરાત ક્રેડાઈ અને રાજકોટ બિલ્ડર એસોસિએશનની વાર્ષિક સાધારણ સભામાં યુનિટી સિમેન્ટ મેઈન સ્પોનસર તરીકે ભાગ લીધો હતો અને રાજકોટ સહિત ગુજરાતભરમાંથી આવેલા બધાજ બિલ્ડરોએ યુનિટી સિમેન્ટની મુલાકાત લીધી હતી અને કંપની વિશે માહિતી લીધી હતી. આ તકે કેન્દ્રીય કેબિનેટ પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલએ, ગુજરાત સરકારમાં મંત્રી રઘવજીભાઈ પટેલ, મંત્રી ભાનુબેન બાબરીયા, લોકપ્રિય સાંસદ પરસોત્તમભાઇ રૂપાલા, રાજ્યસભાના સંસદસભ્ય રામભાઇ મોકરીયા, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરા, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ધારાસભ્ય રમેશભાઈ ટિલાળા વિગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં અને યુનિટી સિમેન્ટની મુલાકાત લીધી હતી. યુનિટી સિમેન્ટવતી કંપનીના મેનેજિંગ ડાયરેકટર અને ચેરમેન પુનીતભાઈ ચોવટીયા, ડાયરેકટર પિયુશભાઈ ચોવટીયા, ડાયરેકટર પંકજભાઈ વેગડા વિગેરે એ તમામ મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું અને કંપની વિશે તેમજ સિમેન્ટ માટે જરૂૂરી માહિતી આપી હતી.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement