For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટ બારના એડવોકેટ ભવનના રિવાઈઝ પ્લાનને યુનિટ જજની મંજૂરી

04:26 PM Aug 14, 2025 IST | Bhumika
રાજકોટ બારના એડવોકેટ ભવનના રિવાઈઝ પ્લાનને યુનિટ જજની મંજૂરી

બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના કો-ચેરમેન દિલીપભાઈ પટેલ, રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ પરેશભાઈ મારૂૂ, ઉપપ્રમુખ સુમિત વોરા, લાઇબ્રેરી સેકેટરી કેતન મંડ, કારોબારી રક્ષાબેન ઉપાધ્યાય, પ્રગતિબેન, નિકુંજ શુક્લ, સંજય ડાંગર, કિશન વાલવા, બિમલ જાની, વિશાલ ગોસાઈ, જયેન્દ્ર ગોંડલીયા અને સ્તવન મહેતાએ રાજકોટ યુનિટના હાઇકોર્ટના જજ સી.એમ. રોયને મળી રાજકોટ બારના એડવોકેટ ભવન બાબતે રજૂઆત કરી હતી. જે મુજબ ગુજરાત હાઇકોર્ટની બિલ્ડિંગ કમિટીના જસ્ટિસ સુપૈયા અને જસ્ટિસ ઈલેશ વોરા દ્વારા એડવોકેટ ભવનના રિવાઈઝ પ્લાનને મંજૂરી આપવામાં આવી છે અને ગુજરાત સરકારના કાયદા વિભાગને આગળની કાર્યવાહી કરવા મોકલી આપી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement