ધોરાજીમાં કેન્દ્રીયમંત્રી માંડવિયાની સાયકલ યાત્રા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અને સંડે ઓન સાઇકલ અભિયાન હેઠળ કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં ધોરાજી ખાતે એક વિશાળ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને સ્વાસ્થ્ય અને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવાનો હતો.
કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયાએ સવારે 7:00 વાગ્યે સાયકલ યાત્રાને લીલી ઝંડી બતાવીને તેનો પ્રારંભ કરાવ્યો હતો રેલીને સંબોધતા તેમણે જણાવ્યું કે આવી રેલીઓ માત્ર આરોગ્ય માટે જ નહીં, પરંતુ સમાજમાં એકતાની ભાવનાને પણ ગાઢ બનાવે છે. તેમણે ઉમેર્યું કે, લોકો સાથે મળીને ચાલતા કાર્યને જ આપણે જનઆંદોલન કહીએ છીએ.
આ રેલી ધોરાજી નગરપાલિકાથી શરૂૂ થઈને શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. સ્વચ્છ ધોરાજી - સ્વસ્થ ભારત અને રવિવારને આપો આરોગ્ય માટે જેવા પર્યાવરણ જાગૃતિના નારાઓ લગાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં બાળકો અને યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જૂનાગઢ કચેરીમાંથી અંદાજે 50 થી 62 યુવા ભાઈઓ-બહેનો મેરા યુવા ભારત હેલ્થ ફિટનેસ કાર્યક્રમ અને પર્યાવરણ સ્વચ્છતાના હેતુથી આ સાયકલોથોન રેલીમાં જોડાયા હતા.સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ઇન્ડિયા, ગાંધીનગર દ્વારા આયોજિત આ રેલીમાં ધોરાજી નગરપાલિકાના પ્રમુખ અને સભ્યો, શિક્ષણ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ, નેહરુ યુવા કેન્દ્ર અને એનએસએસનાં માય ભારતનાં સ્વયંસેવકોએ એનસીસી કેડેટ્સ અને સરસ્વતી વિદ્યામંદિરનાં યુવા વિદ્યાર્થીઓ, શહેરના સ્વયંસેવી સંગઠનો, ગૠઘ, તથા સામાજિક કાર્યકર્તાઓ સહિત અનેક લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.