કેન્દ્રીય મંત્રી ડો.મનસુખ માંડવિયા અમદાવાદ, રાજકોટ જિલ્લાના પ્રવાસે
સન્ડે ઓન સાયકલ, ભૂમિવંદના સમારોહ અને ઇમ્પીરિયા એવોડર્સમાં રહેશે ઉપસ્થિત
11-પોરબંદર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમત ગમત મંત્રી ડો. મનસુખ માંડવિયા તા.ર7 જુલાઈના રોજ અમદાવાદ અને રાજકોટના પ્રવાસ અર્થે આવનાર છે. આ પ્રવાસ દરમિયાન તેઓ તા. 27 જુલાઈ 2025, રવિવારના રોજ સવારે 7-00 વાગ્યે સાબરમતી આશ્રમ, અમદાવાદ ખાતે સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સિસના જવાનો સાથે ‘સન્ડે ઓન સાયકલ’ કાર્યક્રમમાં જોડાશે. ત્યારબાદ સવારે 10-00 થી 2-00 સુધી હીરક મહોત્સવ સભાગૃહ, ગૂજરાત વિધાપીઠ અમદાવાદ ખાતે ગુજરાત નઈ તાલીમ સંઘ અને ગૂજરાત વિધાપીઠ દ્વારા આયોજિત ’ગુજરાત નઈ તાલીમ સંઘની સામાન્ય સભા, દ્વિવાર્ષિક સંમેલન અને રાજયકક્ષાની સંગોષ્ઠી કાર્યક્રમમાં ભાગ લેશે.
બપોરે 4-00 વાગ્યે તેઓ રાજકોટમાં રેજન્સી લગુન રિસોર્ટ, કાલાવડ રોડ, ન્યારી ડેમ ખાતે સરદારધામ દ્વારા આયોજિત ભૂમિવંદના સમારોહમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ સાંજે 6-00 વાગ્યે રાજકોટ, કાલાવડ રોડ પર આવેલ સયાજી હોટેલ ખાતે ’આજકાલ’ પરિવાર દ્વારા આયોજિત સામાજિક સરોકાર વર્ષના શુભારંભ તથા ઈમ્પીરીયા એવોર્ડસ કાર્યક્રમાં ઉપસ્થિત રહેશે.