સોમવારે રાજકોટમાં યુનિફોર્મ સિવિલ કોડ સમિતિની બેઠક
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલેએ જાહેરાત કરી છે કે, રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ અથવા UCC () લાગુ કરવામાં આવશે. યુસીસી લાગુ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા પૂર્વ ન્યાયધીશની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવામાં આવનાર છે, જે કમિટીને બેઠક આગામી સોમવારે રાજકોટ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કમિટીની અધ્યક્ષતા નિવૃત ન્યાયાધીશ રંજના કુમારી કમિટીના સભ્યોની હાજરીમાં રાજકોટ કલેકટર ઓફિસ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે આ બેઠકમાં રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી સહિતના અધિકારીઓ તેમજ સામાજિક આગેવાનો આ બેઠકમાં હાજર રહેશે.
રાજકોટમાં યોજાનારી પ્રથમ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ બેઠકમાં યુસીસીના અમલીકરણ માટેની રૂૂપરેખા તૈયાર કરવામાં આવશે. આ બેઠકમાં કમિટીના સભ્યો, અધિકારીઓ અને સામાજિક આગેવાનો વચ્ચે ચર્ચા થશે.આ કમિટીનીરાજકોટ પ્રથમ બેઠક આગામી સોમવારે કલેક્ટર કચેરી ખાતે યોજાશે. આ બેઠકમાં રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી સહિતના અધિકારીઓ અને સામાજિક આગેવાનો હાજર રહેશે.
યુનિફોર્મ સિવિલ કોડ એ એક એવો કાયદો છે જે ભારતના તમામ નાગરિકોને તેમના ધર્મ, જાતિ કે સમુદાયને ધ્યાનમાં લીધા વિના સમાન રીતે લાગુ પડે છે. હાલમાં, ભારતમાં લગ્ન, છૂટાછેડા, વારસાગત અને દત્તક જેવા વ્યક્તિગત બાબતોને લગતા કાયદાઓ વિવિધ ધર્મો અને સમુદાયો માટે અલગ-અલગ છે. યુસીસી લાગુ થવાથી આ તમામ બાબતોમાં તમામ નાગરિકો માટે એકસમાન કાયદો અમલમાં આવશે.