રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

જૂનાગઢમાં બાઈકચાલકનો ભોગ લેતી ભૂગર્ભ ગટર

12:03 PM Dec 19, 2023 IST | Sejal barot
Advertisement

જૂનાગઢના શહેરના રોડ રસ્તાના કામ દરમિયાન રસ્તાના લેવલથી ગટરના ઢાંકણા ઊચા રાખી દેવાના કારણે સર્જાયેલા અકસ્માતમાં એક યુવકનું મોત નિપજ્યું હતું. આ મામલે રસ્તાના કામમાં ભૂલ રહી ગઈ હોવાનો મનપાએ સ્વીકાર કર્યો છે. ડામરનું એક લેયર કરવાનું બાકી હોવાથી ગટરની ચેમ્બર ઊંચી રહી હોવાનો મનપાના સત્તાધીશો દ્વારા સ્વીકાર કરાયો છે.દૈ મહાનગરપાલિકા દ્વારા આ મામલે ક્ધસલ્ટ એન્જિનિયર અને કોન્ટ્રાક્ટરને નોટિસ આપવામાં આવી છે. જ્યારે બીજી તરફ શહેરીજનોએ રસ્તા પરની આ બેદરકારી તાત્કાલીક દૂર કરવામાં ન આવે તો ઉઘરા આંદોલનના મંડાણ કરવાની તેમજ રોડ રસ્તા ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
જૂનાગઢ શહેરના ઝાંઝરડા રોડ વિસ્તારમાં ત્રણ દિવસ પહેલા મોહિત 22 વર્ષીય યુવાનનું રસ્તામાં કામ દરમિયાન ઉંચા રહી ગયેલા ગટરના ઢાંકણા સાથે બાઈક અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 22 વર્ષીય યુવાનને જીવલેણ ગંભીર ઈજાઓ પહોચી હતી યુવકના પરિવાર દ્વારા તેને સારવાર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને જ્યાં સારવાર બાદ ગઈકાલે યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. પરિવારના નવયુવાનનું મૃત્યુ થતા પરિવાર પર આભ ફાટ્યું હતું. મનપાના સતાધીશો એ જણાવ્યું હતું કે, ઝાંઝરડા રોડ પર જે રોડનું કામ ચાલી રહ્યું છે તાજેતરમાં અકસ્માત સર્જાતા એક યુવકનું મૃત્યુ થયું છે ત્યારે આ યુવાન અને યુવાનના પરિવાર પ્રત્યે સતાધીશોએ સંવેદના વ્યક્ત કરી હતી ભૂગર્ભ ગટરનું કામ અને ટોરેન્ટ ગેસનું કામ પૂર્ણ થઈ ગયું હોવાથી ઝાંઝરડા રોડને ખોદીને બનાવવાની કામગીરી હાલ શરૂૂ કરવામાં આવી છે. જેમાં આ રોડ પર ડામરના બે લેયર પણ બાકી છે. અને ડામરના લેયર બાકી હોવાના કારણે ગટરની ચેમ્બરો બહાર છે. ત્યારે ફેક્ટર ઓફ સેફટી ભૂલના કારણે આ યુવાન અકસ્માતનો ભોગ બન્યો હોવાનું સતાધીશો એ એક તબક્કે કબૂલ્યું હતું.

Advertisement

રોડકામના એન્જિનિયર-કોન્ટાક્ટરને નોટિસ ફટકારાઈ

રોડ રસ્તા ના કામના ક્ધસલ્ટ એન્જિનિયર અને કોન્ટ્રાક્ટરને મહાનગરપાલિકા દ્વારા આ સંદર્ભે નોટિસ ફટકારવામાં આવી છે અને કયા કારણોસર અકસ્માત નો બનાવ બન્યો છે.તેની પણ તપાસ શરૂૂ કરવામાં આવી છે .અને તપાસના અંતે જે જવાબદાર હશે તેના સામે કાર્યવાહી કરવામાં આવશે તેવી સત્તાવાળાઓએ ખાતરી આપી હતી ત્યારે બીજી તરફ જૂનાગઢ આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ તુષાર સોજીત્રાએ શહેરની જનતા વતી તાત્કાલિક આ સંદર્ભે કાર્યવાહી કરવામાં નહીં આવે તો રસ્તા ચક્કાજામ કરવા સહિત ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

Tags :
bikerbygujaratinJunagadhkilledUnderground sewer
Advertisement
Next Article
Advertisement