જસદણ બાર એસોેસિએશનના પ્રમુખ સહિતના હોદેદારોની સર્વાનુમતે વરણી
મહાવીર બસિયા પ્રમુખ, હરેશ સોલંકીની ઉપપ્રમુખ તરીકે નિયુક્તિ
જસદણ બાર એસોસિએશનના પ્રમુખ સહિત તમામ હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે જે ઠરાવની નકલ બાર કાઉન્સીલ ઓફ ગુજરાત સોલા રોડ, અમદાવાદ ને મોકલી આપવામાં આવી છે જસદણ બાર એસોશીએશન ના તમામ સભ્યો દ્રારા સર્વે સંમતિથી ચુટણી કરવાનોપત્ર બહાર પાડવામાં આવેલ જે મુજબ જસદણ બારના તમામ સભ્યો નીચે મુજબના હોદેદારો સર્વ સંમતિથી નિમણુંક થયેલ છે અને જે નીચે મુજબના હોદેદારોની યાદી છે અને જે અંગે જસદણ કોર્ટ ના રજીસ્ટારની રીસીવ કરાવેલ તેમજ તમામ બારના સભ્યો જી સહી કરેલ ઠરાવ ની નકલ મોકલી આપી અને રજૂ કરેલ છે જેમા જી/927/1994આજરોજ તા. 25/11/24 ના રોજ જસદણના તમામ બારના સભ્યો હાજરીમા ગુજરાતના પ્ર.ક.રેફરેન્સ નં.બીસીજી/372/2023 તા. 13/11/24 ના પત્ર મુજબ બા2 એશોસીયેશનની ચુંટણી કરવાનો પત્ર બહાર પાડવામાં આવેલ હોય તે અંગે જસદણ બાર એશોસીયેશનના તમામ વકીલમીત્રો હોદેદારોની સર્વ સમંતીથી નિમણુંક કરીએ કરેલ છે. પ્રમુખ તરિકે મહાવીર એચ બસીયા, ઉપપ્રમુખ હરેશ કે સોલંકી, સેક્રેટર તરીકે વીપુલ વી હતવાણી, લાબેરીયનશ મોહીત આર રવિયા, ખજાનચી નદીમ વાય ધંધુકીયા, મહીલા પ્રતિનિધી તરીકે મધુબેન તોગડીયા સહિતના હોદ્દેદારોની વરણીને આવકારવામાં આવી છે તેમ એડવોકેટ ચંકીત રામાણીની યાદીમાં જણાવ્યું છે.