For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઉમિયાધામ સિદસર 400 કરોડના ખર્ચે સમાજ વિકાસની નવી કેડી કંડારશે

05:23 PM Dec 23, 2024 IST | Bhumika
ઉમિયાધામ સિદસર 400 કરોડના ખર્ચે સમાજ વિકાસની નવી કેડી કંડારશે

પાંચ દિવસીય મહોત્સવમાં સામાજિક, રાજકીય, શૈક્ષણિક વિવિધ ક્ષેત્રના તજજ્ઞોના સમાજ જોગ સંદેશાઓ

Advertisement

રાજકોટ-અમદાવાદમાં અઢીસો કરોડના ખર્ચે આધુનિક ઉમા શૈક્ષણિક સંકુલો નિર્માણ પામશે

કડવા પાટીદારોના આસ્થાન કેન્દ્ર સમા ઉમિયાધામ સિદસર ખાતે આગામી તા.રપ થી 29 ડીસેમ્બર-2024 દરમ્યાન જગત જનની મા ઉમિયાના પ્રાગટ્યના 12પ વર્ષ નિમિતે 5 દિવસીય પ્રાગટય ઉત્સવ શ્રી 1મ શતાબ્દી મહોત્સવ યોજાનાર છે. મા ઉમિયાની ભકિત થકી સરસ્વતીની સાધનાના સંકલ્પ સાથે અનેકવિધ આકર્ષણો મહોત્સવમાં જોવા મળશે.ઉમિયા માતાજી મંદિર સિદસર દ્રારા 1985 માં મૉં ઉમિયાના મંદિરના પુન:નિર્માણ સમયે પૂન: પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયેલ ત્યારબાદ 1999 માં ઉમિયા માતાજીના પ્રાગટ્યના 100 વર્ષ નિમિતે મૉં ઉમિયા શતાબ્દી મહોત્સવની ઉજવણી કરેલ 2012 ના રજતજયંતિ મહોત્સવના સફળ આયોજન બાદ આગામી તા. 25 થી 29 ડીસેમ્બર 2024 માં મૉં ઉમિયા પ્રાગટયની 125 માં વર્ષની ઉજવણી નિમિતે સવા શતાબ્દી મહોત્સવ યોજાનાર છે ત્યારે ઉમિયાધામના પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા, ચેરમેન મૌલશભાઈ ઉકાણી, સમૃધ્ધિ યોજનાના ચેરમેન બી.એચ.ધોડાસરા, મેનેજીંગ ટ્રસ્ટી જયેશભાઈ પટેલ, ઉપપ્રમુખ ગોવિંદભાઈ વરમોરા, જગદીશભાઈ કોટડીયા, ચિમનભાઈ શાપરીયા સહીતના હોદેદારો એ જણાવ્યુ છે કે પાટીદાર સમાજે મા ઉમિયાની છત્રછાયામાં સંગઠન અને એકતાની સાથોસાથ શિક્ષણ અને પરિશ્રમ થકી પ્રગતિનો પાયો નાખ્યો છે. આગામી 2031 સુધીમાં ઉમિયા માતાજી મંદિર સિદસર દ્રારા ઉમિયા માતાજી સમૃધ્ધી યોજના-3 ના માધ્યમથી રૂૂા. 400 કરોડના સામાજીક, શૈક્ષણિક વિકાસકાર્યોના સંકલ્પ સાથે મહોત્સવના મંગલાચરણ થશે.

Advertisement

ખંતીલા અને ખમીરવંતા પાટીદાર સમાજમાં શૈક્ષણિક, સામાજીક, આર્થિક અને આઘાતમીક સર્વાગી વિકાસ થાય તેવા હેતુ સાથે છેલ્લા બે દાયકામાં ઉમિયા માતાજી મંદિર સિદસર દ્રારા સમાજ ઉપયોગી કાર્યો થયા છે. દિલેર પાટીદાર દાતાઓ અને ભામાશાઓ ની સખાવત થી ઉમિયાધામ સિદસરએ સૌરાષ્ટ્રના કડવા પાટીદાર સમાજના ઉત્થાન માટે કામગીરી કરી છે. આગામી દિવસોમાં રાજકોટના ઇશ્વરીયા ખાતે 1500 થી વધુ વિદ્યાર્થીઓ માટ 32 વિધા જગ્યામાં સ્કૂલ, ગર્લ્સ-બોયસ હોસ્ટેલ, લાયબ્રેરી, સ્પોર્ટ સંકુલ અને સ્કીલ ડેવલોપમેન્ટ સેન્ટર, સહીતની સુવિધા ધરાવતું ’શ્રી ઉમા શૈક્ષણિક સંકુલ’ રૂૂા. 100 કરોડના ખર્ચે ત્રણ તબકકામાં નિર્માણ પામશે. તેમજ ઉમિયાધામ સિદસરના સામાંકાઠે 30 વિધા જગ્યામાં યાત્રીકો માટે અતિથિગૃહ, મલ્ટીપર્પઝ હોલ, પાર્ટી પ્લોટ, ગાર્ડન, પાટીદાર અસ્મિતા કેન્દ્ર, સ્મૃતિમંદિર, રીવરફ્રન્ટ રૂૂા. રપ કરોડના ખર્ચે નિર્માણ થશે.સૌરાષ્ટ્રમાં વસતા અઢી લાખથી વધુ પરિવારોની નવી પેઢીના ઉચ્ચ અભ્યાસ માટે અમદાવાદ ખાતે 100 કરોડાના ખર્ચે ગર્લ્સ તથા બોયઝ હોસ્ટેલ તેમજ ગાંધીનગર ખાતે રૂૂા. 40 કરોડના ખર્ચે નવી બોયઝ હોસ્ટેલ, રાજકોટ નજીક એઇમ્સ પાસે 10 કરોડના ખર્ચે આરોગ્યભવન, બનાવવા ઉપરાંત સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠીઓના સહયોગથી રૂૂા. 50 કરોડની શૈક્ષણિક લોન, વૃક્ષારોપણ અને પ્રાકૃતિક ખેતી જળસંચય, ગ્રામ્ય વિકાસની પ્રવૃતીઓ માટે 15 કરોડ, તેમજ વિવિધ સામાજીક પ્રવૃતિઓ માં 10 કરોડ, તેમજ ભગવાન રામની જન્મભૂમી અયોધ્યા ખાતે ઉમા અતિથિ ગૃહ બનાવવા માટે રૂૂા. રપ કરોડ ના ખર્ચે નિર્માણ સહીતના આયોજનો ઉમિયા માતાજી મંદિર સિદસરના માધ્યમથી થશે તેવી જાહેરાત ઉપરોકત આગેવાનો એ કરી છે.

પવિત્ર વેણુ નદીના તટે મા ઉમિયા પ્રાગટયના 125 વર્ષની ઉજવણીના પાંચ દિવસના મહોત્સવમાં 10 જેટલા વિવિધ સંમેલનો યોજાશે. જેમાં પાટીદારોની યુવા પેઢીને એક નવી જ દિશા આપવા યુવાનો માટે સંમેલન આયોજીત કરવામાં આવ્યુ હોવાનું ઉમિયા પરિવાર સંગઠન સમિતિના પ્રમુખ કૌશીકભાઈ રાબડીયા અને ટ્રસ્ટી હર્ષિત કાવર દ્રારા જણાવાયુ છે.

ચુનંદા પુસ્તકો મોટા વળતરથી મળશે

શ્રી 1। શતાબ્દી મહોત્સવની વિવિધ પ્રવૃતીઓમાં સંસ્કાર ધડતરને પણ પ્રાધાન્ય અપાયુ છે. મહોત્સવમાં 2 હજાર ચોરસ ફુટ જગ્યામાં રાજય કક્ષાના એક ભવ્ય પુસ્તક મેળાનું આયોજન હાથ ધરવામાં આવ્યુ છે. આ પુસ્તક મેળામાં ગુજરાતના તમામ આગેવાન પુસ્તક પ્રકાશકોના ચુંટેલા પુસ્તકોનું વિશાળ જથ્થામાં પ્રદર્શીત થશે અને તેનું પડતર કિંમતે વેચાણ થશે. 40 ટકા થી પ0 ટકા વળતરે આ પુસ્તકો આપવામાં આવશે. વાંચનથી વિચાર શકિત ખીલે અને સમજણ કેળવાય છે સાંચન સમાજને સંસ્કારી અને સમૃધ્ધ બનાવે છે. આવા હેતુ થી ઉમિયાધામ સિદસર ના આંગણે સંસ્કારતીર્થ પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યુ છે. આ પુસ્તકમેળામાં ગુજરાતના મુખ્ય પ્રકાશકોના ચૂંટેલા ચુનીંદા પુસ્તકો મોટા વળતરથી ઉપલ્બધ થશે. આ પુસ્તક મેળામાં ઘરમાં ગ્રંથમંદિર, સંસ્કારનો કરિયાવર, બાલ સાહીત્યનો બગીચો, યૌવન વીઝે પાંખ, નારી જીવન માટે પ્રેરક પુસ્તકો, અનુભવની એરણે જેવા સિનીયર સીટીઝન માટે પુસ્તકો, ધર્મ આધ્યાત્મીક, બાલ સાહીત્ય, યુનિર્વસીટીના પુસ્તકો વિષય પ્રમાણે વિભાગો મુજબ ગોઠવાશે. બે ગ્રામ સોનાની કિંમતમાં દિકરીને 12પ પુસ્તકોનો સંસ્કારનો કરીયાવર આપી શકાય છે. આ તમામ પુસ્તકો 40 થ પ0 ટકા વળતરથી ભાવીકોને ઉપલ્બધ કરાવાશે આ ઉપરાંત ઘરમાં ગ્રંગ મંદિર બનાવવાના હેતુસર 51 પુસ્તકો નો એક અલગ વિભાગ ગોઠવાશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement