વઢવાણમાં કારના 3 શોરૂમમાંથી રૂપિયા 13.46 લાખની ચોરી
સુરેન્દ્રનગર વઢવાણ મેઈન રોડ પર એક જ રાતમાં એક સાથે 3 કારના શોરૂૂમને ચોરોએ નિશાન બનાવીને દોઢ કલાકમાં ત્રણેય સ્થળેથી રૂૂ. 12.46 લાખની મતાની ચોરી કરતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ચોરોને ઝડપવાના પ્રયત્નો શરૂૂ કરી દીધા હતા. સુરેન્દ્રનગર વઢવાણ મેઈન રોડ પર ચોર ટોળકીએ કાર કંપનીઓના 3 શો રૂૂમને એક સાથે નિશાન બનાવી હતી.
તા. 12મીની મોડી રાત્રે પોણા બેથી સાડા ત્રણ વાગ્યાના અરસામાં દોઢેક કલાકના ગાળામાં ચોર ટોળકીએ વઢવાણ બોડા તળાવ સામે, માર્કેટિંગ યાર્ડ સામે આવેલા કારના 3 અલગ અલગ કંપનીઓના શોરૂૂમ જઈને ટેબલના ડ્રોઅર અને કેશિયરની કેબિનમાંથી કુલ મળીને રૂૂ.12,46,266ની ચોરીને અંજામ આપ્યો હતો.
સવારે કર્મચારીઓ જ્યારે શોરૂૂમ પહોચ્યા ત્યારે ટેબલના ખાના ખૂલ્લા જોવા મળતા તુરંત જ પોલીસને જાણ કરી અને પોલીસે તપાસ હાથ ધરી હતી. સીસીટીવી ફૂટેજ ચેક કરતા તેમાં 3થી 4 શખસ કેશિયરની કેબિનમાં પ્રવેશીને ટેબલના લોક તોડતા દેખાયા હતા. આથી બી ડિવિઝન પોલીસ તેમજ નાયબ પોલીસ અધિક્ષક રિદ્ધિ ગુપ્તે સાહિત પોલીસ ટીમે ચોરોને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.