સિવિલની કેથલેબનું સંચાલન હવે યુ.એન. મહેતા સંભાળશે
હાર્ટની સારવાર કરતી કેથલેબ બંધ હાલતમાં છે, અમદાવાદની ટીમે રાજકોટમાં કેથલેબનું નિરીક્ષણ કર્યુ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બે મહિનાથી બંધ પડેલી કેથલેબના કારણે હાર્ટની સારવાર બંધ થતા સેકડો દર્દીઓ પારવાર હાડમારી ભોગવી રહ્યા છે. ત્યારે કેથલેબ સહિત કાર્ડિયાક વિભાગનું સંચાલન યુ.એન.મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરને સોંપવાની તજવીજ ચાલી રહી છે. આજે યુ.એન.મહેતા ઇન્સ્ટિટ્યૂટની ટીમ રાજકોટ સિવિલની મુલાકાત આવી કેથલેબની મશિનરી સહિતનું નિરીક્ષણ કરી હોસ્પિટલના સત્તાવારાઓ સાથે બેઠક કરી એક મહિનામાં કેથ લેબ શરૂૂ કરવા તૈયારી દર્શાવી છે.
એકાદ વર્ષ પહેલા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રૂૂપિયા 10 કરોડથી વધુના ખર્ચે મુખ્યમંત્રીના હસ્ત કેથલેબનો પ્રારંભ કરવામાં આવ્યો હતો બાદમાં એક જ મહિનામાં મશિનમાં ફોલ્ટના કારણે કેથલેબ ફરી બંધ થઈ ગઈ હતી. તે પછી મુંબઈથી ટેકનિશ્યન બોલાવી ફરી શરૂૂ કરવામાં આવી હતી. આમ સિવીલ હોસ્પિટલમાં હાર્ટની સારવાર જ ડચકા ખાઈ રહી છે.રાજકોટ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા પાંચ મહિના પહેલા હાર્ટમાં સ્ટેન્ટ બેસાડવા સહિતના ઓપરેશનની કામગીરી કરવામાં આવતી હતી પરંતુ ખ્યાતિ હોસ્પિટલના કાંડ બાદ સરકારની નવી ગાઈડલાઈનના કારણે રાજકોટ સિવિલ હોસ્પિટલને ગ્રહણ લાગતા તબીબના અભાવે ફરજિયાત સારવાર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં કરોડો રૂૂપિયાની મશીનરી હોવા છતાં તબીબના વાંકે સારવાર બંધ થતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ આવતા હોય કાર્ડિયોલોજીસ્ટના અભાવે દર્દીઓને અમદાવાદ અથવા ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવી પડતી હતી. સિવીલ હોસ્પિટલની કેથલેબ બંધ થતા વડી કચેરીને જાણ કરવામાં આવી હતી.
અમદાવાદમાં યુ.એન.મહેતા ઈન્સ્ટિટ્યૂટ દ્વારા હાર્ટ સહિતની તમામ સારવાર કરવામાં આવે છે. તેની સારવાર પણ શ્રેષ્ઠ છે. આ ટીમ દ્વારા રાજકોટ સિવિલના કાર્ડિયાક વિભાગનું સંચાલન કરવા માટે તૈયારી દર્શાવતા અમદાવાદથી તબીબોની ટીમ રાજકોટ સિવિલની મુલાકાતે આવી પીએમએસએસવાય બિલ્ડિંગમાં કાર્ડિયાક વિભાગની મુલાકાત લઈ કેથલેબ, ઓપરેશન થિયેટર સહિતની સાધનોનું નિરીક્ષણ કર્યું હતું.આજે રાજકોટ સિવીલ હોસ્પિટલમાં યુ.એન.મહેતા ઈન્સ્ટીટયુટના ડાયરેકટર ડો. ચિરાગ દોશી, આર.એમ.ઓ ડો. જયમીન પટેલ, કાર્ડીયોલોજીસ્ટ ડો.કેતન લીખીયા સહિતની ટીમે સ્થાનિક સત્તાવાળાઓ સાથે બેઠક કરી હતી.