રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મોરબી અને ધારીના સુખપુરમાં તાજિયા રમતા બે યુવકને છાતીમાં છરી ઘૂસી ગઈ

04:43 PM Jul 17, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ચોટીલાના ભીમગઢમાં યુવકનો ઝેર પી આપઘાતનો પ્રયાસ

મોરબી અને ધારીના સુખપુર ગામે તાજીયા રમતી વેળાએ બે યુવકને છાતીના ભાગમાં છરી ઘૂસી ગઈ હતી. બંને યુવકને ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મોરબીમાં માળિયા ફાટક પાસે આવેલા શાંતિનગરમાં રહેતા ઇમામશા ભીખુશા શાહમદાર નામનો 27 વર્ષનો યુવાન સાંજના સાતેક વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે જુબેદા મસ્જિદ પાસે તાજીયા રમતો હતો. ત્યારે પોતાની જાતે છાતીના ભાગે છરી હુલાવતી વેળાએ છરી લાગી ગઈ હતી યુવકને ઈજા પહોંચતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.

જ્યારે બીજા બનાવમાં ધારી તાલુકાના સુખપુર ગામે રહેતા ઈરફાન અમીનભાઈ નામનો 22 વર્ષનો યુવાન રાત્રિના નવેક વાગ્યાના અરસામાં પોતાના ગામમાં તાજીયા રમતો હતો ત્યારે છાતીના ભાગે છરી ઘૂસી ગઈ હતી યુવકને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે અમરેલી બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત અન્ય બનાવમાં ચોટીલા તાલુકાના ભીમગઢ ગામે રહેતા અરવિંદ દુદાભાઈ ઝાપડિયા નામનો 35 વર્ષનો યુવાન સાંજના છએક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો. ત્યારે કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે ચોટીલા અને રાજકોટ ખાનગી બાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
gujaratgujarat newsmorbimorbi news
Advertisement
Next Article
Advertisement