ભાવનગરના ઘાંઘળી નજીક અજાણ્યા વાહને બાઈકને ઉલાળતા બે યુવાનનાં મોત
ભાવનગરના ઘાંઘળી નજીક સર્જાયેલા અકસ્માતમાં બાઈક પર જઈ રહેલા બે પરપ્રાંતીય યુવાનના કરુણ મોત નીપજ્યા છે. ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના ચમારડી ગામની સીમમાં આવેલ સાંઈબંધન ઈન્ફીનિયમ લિ. નામની મીલમાં મજૂરી કામ કરતા રવિશંકરસિંહ રાજભાનસિંહ (રહે, મુળ રક્શાટોલા પોસ્ટ, સલેહા, જિ. સિધી, રાજ્ય મધ્યપ્રદેશ) અને મનોજકુમારસિંહ મહાબલીસિંહ (રહે, મુળ સરેઠી, જિ. સિધી, રાજ્ય મધ્યપ્રદેશ) નામના યુવાન બાઈક નં.જીજે.01.એનએમ. 3778નું લઈઘાંઘળી ની ગામેથી મીલે આવવા નીકળ્યા હતા.
ત્યારે ભાવનગર-વલ્લભીપુર હાઈવે પર ઘાંઘળી ગામથી આગળ ક્રિષ્ના હોટલ પાસે પહોંચતા યમદૂત બનીને આવી રહેલ કોઈ અજાણ્યા વાહનના ચાલકે બાઈક સાથે ધડાકાભેર અકસ્માત સર્જતા બન્ને યુવાનને ગંભીર ઈજા થઈ હતી. જેમને 108 મારફતે સિહોરની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવતા ફરજપર ના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. બનાવ ની જાણ થતાં સાથી કામદારો, પોલીસ કાફલો દોડી ગયો હતો. બનાવ અંગે મૃતક રવિશંકરસિંહ રાજભાનસિંહના મોટાબાપુના દિકરા કાર્તિકેશસિંહ આનંદબહાદુરસિંહ ગૌડ (ઉ.વ.20, રહે, હાલ સાઈબંધન મીલ, ચમારડીની સીમ, તા વલ્લભીપુર, મુળ રકશાટોલા પોસ્ટ, સલેહા, જિ.સિંધી, રાજ્ય મધ્યપ્રદેશ)એ સિહોર પોલીસ મથકમાં અજાણ્યા વાહનના ચાલક સામ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.