મોરબીના ભરતનગર નજીક ટ્રકે ઠોકર મારતા બાઇક સવાર બે યુવકના મોત
મોરબીના ભરતનગર ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રીપલ સવારી બાઇકમાં ત્રણ પરપ્રાંતીય યુવાનો જતા હતા જેને ટ્રકે ઠોકર મારી હતી અકસ્માતમાં બે યુવાનોના મોત થયા હતા અને એક ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ભરતનગર નજીક ટ્રક ચાલકે ટ્રિપલ સવારી બાઈકને હડફેટે લઈને અકસ્માત સર્જ્યો હતો અકસ્માતમાં ઉત્તરપ્રદેશના રહેવાસી અમિતભાઈ વિશ્વકર્મા અને શિવરામભાઈ ભાભરના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા તો એક યુવાનને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે મોરબી બાદ વધુ સારવાર અર્થે રાજકોટ રિફર કરવામાં આવ્યો છે.
બાઇક સવાર મૃતક સહિત ત્રણેય યુવાનો હાલ એક્સપર્ટ પાર્ટિકલ બોર્ડ, રવાપર નદી ગામ પાસે રહેતા હોવાની માહિતી મળી છે અકસ્માતને પગલે તાલુકા પીએસઆઇ એ.બી. મિશ્રા સહિતની ટીમ દોડી ગઈ છે અને અકસ્માતના બનાવ અંગે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.