વાવડી અને તુલસી બાગ પાસે બે યુવકના બેભાન હાલતમાં મોત
શિવપરા પાસેથી બિમારી સબબ બેશુધ્ધ મળેલા યુવાને દમ તોડયો; વાલી વાસરની શોધખોળ
શહેરમા વાવડી અને રૈયા ટેલીફોન એક્ષચેંજ પાસે તુલસી બાગ પાસે બે યુવકના બીમારી સબબ મોત નીપજયા હતા. બંને યુવકના મોતથી પરીવાર શોકમા ગરકાવ થઇ ગયો હતો.
આ બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ વાવડી વિસ્તારમા કારખાનામા કામ કરતા અને કારખાનાના કવાર્ટરમા જ રહેતો સંતોષ લકસીમન (ઉ.વ. ર1) ને રાત્રીના સમયે ઉલ્ટી થયા બાદ સિવિલ હોસ્પિટલમા દાખલ કરાયો હતો. જયા તબીબે પ્રાથમીક સારવાર આપી રજા આપી દેતા યુવાન પરત ઘરે ગયો હતો.
ઘરે પહોંચતા યુવકની તબીયત લથડતા બેભાન હાલતમા મોત નીપજયુ હોવાનુ જાણવા મળ્યુ છે. મૃતક યુવાન બે ભાઇમા નાનો અને અપરણીત હતો. બીજા બનાવમા રૈયા ટેલીફોન એક્ષચેંજ પાસે આવેલા તુલસી બાગ પાસેથી દીનેશ કાનજીભાઇ નામનો 40 વર્ષનો યુવાન બીમારી સબબ બેભાન હાલતમા મળી આવતા સિવીલ હોસ્પિટલમા ખસેડાયો હતો. જયા ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા પરીવાર શોકમા ગરકાવ થઇ ગયો હતો.
આ ઉપરાંત અન્ય બનાવમા શિવપરા વિસ્તારમા આવેલા બ્રહમ સમાજ ચોક પાસે આશરે રપ વર્ષનો યુવાન બીમારી સબબ બેભાન હાલતમા પડયો હતો. સેવાભાવી દ્વારા યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમા ખસેડવામા આવ્યો હતો. જયા યુવકનુ મોત નિપજતા પોલીસે યુવકના વાલી વારસની શોધખોળ હાથ ધરી છે.