For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કારે રિક્ષા અને બાઇકને ઠોકર મારતા બે યુવાનોના મોત

01:19 PM Dec 09, 2025 IST | Bhumika
કારે રિક્ષા અને બાઇકને ઠોકર મારતા બે યુવાનોના મોત

મોરબી શહેરના લીલાપર કેનાલ રોડ ઉપર બુધવારે સવારના સમયે રોંગ સાઈડમાં પુરપાટ ઝડપે ઘસી આવેલી ઓડી કાર ચાલકે રીક્ષા અને બાઇકને હડફેટે લઈ 50 ફૂટ સુધી ઢસડી જતા આ ગંભીર અકસ્માતમાં ગંભીર ઇજા પામેલ રીક્ષાચાલક તેમજ બાઇક ચાલકનું સારવારમાં મૃત્યુ નીપજ્યા હતા. આ અકસ્માતે બબ્બે કુટુંબના આધારસ્તંભ છીનવી લીધા છે.

Advertisement

મોરબી શહેરના લીલાપર કેનાલ રોડ ઉપર બોરીયાપાટી નજીક બુધવારે સવારે અગિયારેક વાગ્યાના અરસામાં જીજે-01-કેઝેડ-6827 નંબરની ઓડી કાર ચાલકે રોંગ સાઈડમાં ઘસી આવી સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા જીજે 36 ડબ્લ્યુ 0730 નંબરની રીક્ષા અને જીજે -03 ડીકયુ 2321 નંબરના બાઇકને ટક્કર મારી અંદાજે 50 ફૂટ સુધી ઢસડયા હતા. આ અકસ્માતમાં રિક્ષાચાલક કુરબાનભાઈ પીરભાઈ સુરાણી (ઉ.વ. 50) રહે. દાઉદી પ્લોટ -3, મોરબી અને બાઈકચાલક મહાદેવભાઈ ભૂરાભાઈ મારવાણીયા (ઉ.વ. 60)રહે. આલાપ રોડ, મોરબીવાળાને ગંભીર ઇજાઓ પહોંચતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી રાજકોટ રીફર કરવામાં આવતા સારવારમાં બન્નેના મૃત્યુ નિપજ્યા હતા. અકસ્માતના આ બનાવ અંગે રીક્ષા ચાલકના પત્ની મેરુબેન કુરબાનભાઈ સુરાણી રહે.દાઉદી પ્લોટ મોરબીની ફરિયાદને આધારે ઓડી કારના ચાલક વિરુદ્ધ પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂૂ કરી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement