મેટોડાના લોધિકામાં બાઇક ઝાડ સાથે અથડાતાં બે યુવકને ઇજા
સાયલાના નીનામાં સગીર અને સાવરકુંડલાના દેતળતામાં યુવાન લીમડા પરથી પટકાયા
લોધીકાના મેટોડામા બાઇક ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમા બે શ્રમીક યુવકોને ઇજા પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલા એક યુવકને સારવાર માટે રાજકોટ ખસેડવામા આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ લોધીકાના મેટોડામા રહેતા અને મજુરી કામ કરતા શ્રીપાલ ખીમચંદ્ર કોડીવાર (ઉ.વ. 18) અને તેનો કૌટુંબીક ભાઇ પંકજ બાઇક લઇને મેટોડામા જઇ રહયા હતા ત્યારે બાઇક અચાનક ઝાડ સાથે ધડાકા ભેર ભટકાતા અકસ્માત સર્જાયો હતો.
જેમાં ગંભીર રીતે ઘવાયેલા શ્રીપાલ કોડીવારને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમા ખસેડાયો હતો. જયારે કૌટુંબિક ભાઇ પંકજને સામાન્ય ઇજા પહોંચી હતી. અન્ય બનાવમા સાયલાના નીનામા ગામે રહેતો પંકજ પ્રકાશભાઇ સોવસીયા (ઉ.વ. 17) લીમડાના ઝાડ પર બકરાનો ચારો કાપવા માટે ચડયો હતો ત્યારે અકસ્માતે નીચે પટકાયો હતો. જયારે બીજા બનાવમા સાવરકુંડલાના દેતળતા ગામે રહેતો જગદીશ શાંતીભાઇ ડેરવાડીયા (ઉ.વ. 30) લીમડા ઝાડ પર ચડી લીમડાની ડાળીઓ કાપતો હતો ત્યારે અકસ્માતે નીચે પટકાયો હતો. સગીર અને યુવકને ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમા દાખલ કરવામા આવ્યા હતા.