આઠ વર્ષ પહેલાં જોડિયામાં પીજીવીસીએલના કોન્ટ્રાક્ટર પર હુમલો કરનારને બે વર્ષની સજા
જામનગર જિલ્લાના જોડીયામાં 2016 ની સાલમાં પીજીવીસીએલના કોન્ટ્રાક્ટર ના કર્મચારી ના માથામાં ધારીયું મારવાના કેસના આરોપીને જોડીયા કોર્ટે બે વર્ષની જેલ સજા અને રૂૂ. 10 હજાર દંડનો હુકમ ફરમાવ્યો છે.
ગત તા. 25/5/2016ના રોજ આણદા ગામથી માજોઠ ગામ તરફના વાડી વિસ્તારમાં થાંભલા ઉભા કરવાનું કામ કરી રહેલા વીજ કંપનીના કોન્ટ્રાક્ટર વસંત આલાભાઈ મકવાણા-આહિર સાથે બોલાચાલી કરી, ઝગડો કરીને આરોપી લવજીભાઈ રૂૂગનાથભાઈ નંદાસણા (રે. આણંદા)એ કોન્ટ્રાક્ટરને માથામાં ઉધું ધારીયું માથું હતું અને અન્ય એક શખસે પણ કોન્ટ્રાક્ટર ઉપર હુમલો કરીને મો ઉપર મુઢ માર મારીને વીંખોડીયા ભર્યા હોવાની કોન્ટ્રાક્ટરએ જોડીયા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
આથી પોલીસે કોન્ટ્રક્ટરની ફરિયાદ ઉપરથી આરોપી લવજી રૂૂગનાથભાઈ નંદાસણા તથા અન્ય એક શખસ સામે ગુનો નોંધ્યો હતો, અને અદાલતમાં ચાર્જશીટ કર્યું હતું.
આ કેસ ચાલી જતાં સરકારી વકીલ ડી. એન. ત્રિવેદીની રજુઆતો સાહેદો, પુરાવા વગેરે ધ્યાને લઈને જોડીયાની અદાલતે તા. 10ના રોજ આરોપી લવજી રૂૂગનાથભાઈને બે વર્ષની જેલ સજા અને રૂૂ. 10 હજાર દંડનો હુકમ ફરમાવ્યો હતો. આરોપી દંડ ન ભરે તો વધુ બે માસની જેલ સજા કરવાનો હુકમમાં ઉલ્લેખ કરાયો છે.