રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મુંબઈથી દારૂનો જથ્થો લઈને ભાવનગર આવેલી બે મહિલા ઝડપાઈ

11:27 AM Oct 19, 2024 IST | admin
Advertisement

68 બોટલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો

Advertisement

ભાવનગરશહેરના નારી ચોકડી પાસે વિદેશી દારૂૂનો જથ્થો લઈ ઉભેલી આડોડીયાવાસની બે મહિલાની વરતેજ પોલીસે ધરપકડ કરી લઈ તેના કબજામાંથી વિદેશી દારૂૂની નાની મોટી 68 બોટલ અને 15 બિયર ટીન કબ્જે કરી પુછપરછ કરતા બન્ને ભાવનગરમાં છુટક વેંચાણ કરવા મુંબઈથી દારૂૂ-બિયર લઈને આવ્યા હોવાની કબુલાત આપી હતી. પ્રાપ્ત થતી માહિતી મુજબ વરતેજ પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તે વેળાએ બાતમી મળી હતી કે, શહેરના આડોડીયાવાસ વિસ્તારમાં રહેતી બે મહિલા બહારથી વિદેશી દારૂૂનો જથ્થો લાવી હાલ નારી ચોકડી, સદગુરુ કોમ્પ્લેક્ષ પાસે ઉભી છે.

જે હકીકત આધારે રેડ કરી નારી ચોકડી પાસેથી બે થેલા સાથે શંકાસ્પદ રીતે ઉભેલા મીનાબેન છગનભાઈ રાઠોડ (ઉ.વ. 40, રે. તિલકનગર, મહાવિરનગર, આડોડીયાવાસ) અને રીટાબેન સુદેશભાઈ રાઠોડ (ઉ.વ. 50, રે. તિલકનગર, હતી.મહાવિરનગર, આડોડીયાવાસ) મળી આવતા બન્નેની અટક કરી બન્નેના કબજામાં રહેલા થેલાની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂૂની નાની મોટી 68 બોટલ તેમજ 15 બિયર ટીન મળી આવતા કબ્જે કરી પુછપરછ કરતા ભાવનગરમાં છુટક વેંચાણ કરવા અર્થે મુંબઈથી દારૂૂ-બિયર લઈને આવ્યા હોવાની કબુલાત આપતા પોલીસે બન્ને મહિલા સામે ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.

Tags :
\liquor from Mumbai were arrestedbhavnaagrnewsbhavnagargujaratgujarat news
Advertisement
Next Article
Advertisement