ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

અંકલેેશ્ર્વરમાં એક્ટિવા પર આવેલી બે મહિલાઓએ બલેનો ગાડી સળગાવી

03:59 PM Nov 21, 2024 IST | Bhumika
Advertisement

અંકલેશ્વરમાં એક લેડી ડોન પલ્લવી પાટીલનો ત્રાસ હોવાનું સામે આવ્યું છે. ભરૂૂચ અંકલેશ્વર લેડી ડોન પલ્લવી પાટીલ કરતુત સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. નોંધનીય છે કે, અંકલેશ્વરની ગાર્ડન સિટીમાં 1 બલેનો ગાડી સળગાવી દેવાના સીસીટીવી અત્યારે સામે આવ્યાં છે. સીસીટીવી પ્રમાણે વાત કરવામાં આવે તો, બે મહિલાઓ આવીને જ્વેલન્સીલ પ્રવાહી નાખી ગાડી સળગાવી રહ્યા હોવાની ઘટના સામે આવી છે. મહિલાઓની ગાડી સળગાવવાની કરતુંતો સીસીટીવી કેમેરામાં કેદ થતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. એક્ટિવા ઉપર આવેલી મહિલાઓએ 1 ફોરવીલ ગાડીમાં આગ લગાડીને ફૂકી મારી હતી. આ સમગ્ર ઘટનાને લઇ સોસાયટીના રહીશોમાં ભયનો માહોલ સર્જાયો છે. રાત્રે ગાડીમાં આગ લગાડી હોવાનું સામે આવ્યું હતું. જેથી સવાર થતા સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવતા મહિલાઓની કરતુતા આવી સામે આવી છે. આ લેડી ડોન સામે કાર્યવાહી ક્યારે કરવામાં આવશે?

Advertisement

Tags :
AnkleshwarAnkleshwar newsfiregujaratgujarat news
Advertisement
Next Article
Advertisement