For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બોટાદ પાસે ટ્રેન ઉથલાવવા પ્રયાસ કરનાર બે ઝડપાયા

06:40 PM Oct 01, 2024 IST | Bhumika
બોટાદ પાસે ટ્રેન ઉથલાવવા પ્રયાસ કરનાર બે ઝડપાયા
Advertisement

દેણું થઇ જતા યૂ ટયૂબમાં જોઇ ટ્રેન ઉથલાવવા કાવતરું ઘડયું, પેસેન્જરો ટ્રેનમાંથી પટકાય પછી લૂંટ ચલાવવાનો હતો પ્લાન

દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી અનેક જગ્યાએ ટ્રેનને ઉથલાવવાના પ્રયાસની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે ગુજરાતમાં પણ વધુ એક વખત ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. બોટાદના કુંડલી નજીક ટ્રેક પર 4 ફૂટનો લોખંડનો સળિયો મૂકવામાં આવ્યો હતો. જોકે આ સળિયા સાથે ટ્રેન સાથે અથડાતા ટ્રેન ઉભી રહી ગઈ હતી, જેના કારણે મુસાફરોના જીવ બચ્યા હતા. હાલ આ મામલે બોટાદ પોલીસે રાણપુરના અળવ ગામના બે આરોપીની ધરપકડ કરી લીધી છે. અગાઉ 25 નવેમ્બરના રોજ આ બંને આરોપીએ ટ્રેનને ઉથલવાનો પ્રયાસ કર્યો હતો.

Advertisement

રમેશ કાનજીભાઈ સલીયા (ઉ. 55 વર્ષ) અને જયેશ નાગરભાઈ બાવળિયા (ઉં. 24 વર્ષ)એ યુટ્યુબમાં વીડિયો જોઈને ટ્રેન લૂંટવાનું ષડયંત્ર રચ્યું હતું. રમશે અને જયેશે આર્થિક દેણું થઈ જવાના કારણે આ ષડયંત્ર ઘટ્યું હોવાની કબૂલાત આરોપીઓએ કરી હતી. આ સાંભળીને પોલીસ પણ ચોંકી ગઈ હતી. બંનેએ ટ્રેનને ઉથલાવી ટ્રેનના ડબ્બામાંથી પેસેન્જર નીચે પડે પછી તેને લૂંટવાના ઈરાદે સમગ્ર પ્લાન બનાવ્યો હતો.

બોટાદના એસપીના જણાવ્યા અનુસાર, બોટાદ જિલ્લાના રાણપુર પો.સ્ટે હદમાં ઓખા-ભાવનગર ટ્રેન જતી હતી તે દરમિયાન કોઇએ ટ્રેનના પાટાની વચ્ચે 4 ફૂટનો લોખંડનો સળિયો રેલની પટરીની વચ્ચે ઉભો કરી દીધો હતો. ટ્રેનના એન્જીન સાથે ટુકડો અથડાતા ટ્રેન ઉભી રહી ગઇ હતી અને અનેક મુસાફરોના જીવ બચ્યા હતા.
ભાવનગર-ઓખા ટ્રેન સાથે આ ઘટના બની હતી. બોટાદ એસપી, ડીવાયએસપી સહિતના અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસ તથા રેલ્વે ટીમ દ્વારા તપાસ કરવામાં આવતા રેલવે પાટા પરથી લોખંડનો સળિયો મળી આવ્યો હતો. ત્યારબાદ રેલવે અધિકારીઓની ટીમ, પોલીસની ટીમ અને ડોગ સ્ક્વોડ-ડ્રોન કેમેરાની મદદથી ઝીણવટભરી તપાસ હાથ ધરાઈ હતી. ત્યારબાદ બંને આરોપીઓને ઘટનાસ્થળે નજીક વાડીમાંથી પોલીસે ઝડપી પાડ્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement