રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજકોટ ઝૂમાં બે સફેદ વાઘ બાળનો જન્મ, કુલ સંખ્યા 10 થઇ

04:21 PM Mar 29, 2024 IST | Bhumika
Advertisement

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણીઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડીયાના માર્ગદર્શન મુજબ આધુનીક ઢબે વિકાસ કરાતા રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ સ્થળ બની ગયેલ છે. જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે પધારતા હોય છે. દર વર્ષે અંદાજિત 7.50 લાખ મુલાકાતીઓ ઝૂની મુલાકાતે પધારતા હોય છે. વન્યપ્રાણી વિનીમય યોજના હેઠળ રાજકોટ ઝૂ દ્વારા ભારતના અન્ય ઝૂ પાસેથી જુદી જુદી પ્રજાતીઓના પ્રાણી-પક્ષીઓ મેળવી ઝૂનો વિકાસ કરવામાં આવે છે. સફેદ વાઘ નર દિવાકર તથા માદા વાઘણ ગાયત્રીના સંવનનથી 105દિવસના ગર્ભાવસ્થાના અંતે તા.25/03/2024ના રોજ સાંજના સમયે વાઘ બાળ જીવ-02(બે)નો જન્મ થયેલ છે. માતા ગાયત્રી દ્વારા બચ્ચાંઓની પૂરતી કાળજી રાખવામાં આવે છે. હાલ માતા તથા બચ્ચા બન્ને તંદુરસ્ત છે. ઝૂ વેટરનરી ઓફિસર તથા ટીમ દ્વારા માતા તથા બચ્ચાંઓનું સીસીટીવી દ્વારા રાઉન્ડ ધ કલોક મોનીટરીંગ કરવામાં આવે છે.
ઝૂ ખાતે અગાઉ થયેલ બ્રીડીંગ મુજબ નર વાઘ દિવાકર તથા માદા વાઘણ યશોધરાના સંવનનથી તા.06/05/2015ના રોજ સફેદ વાઘ બાળ 01 માદાનો જન્મ થયેલ., નર વાઘ દિવાકર તથા માદા વાઘણ ગાયત્રીના સંવનનથી તા.16/05/2015ના રોજ સફેદ વાઘ બાળ 04 માદાનો જન્મ થયેલ., નર વાઘ દિવાકર તથા માદા વાઘણ ગાયત્રીના સંવનનથી તા.02/04/2019ના રોજ સફેદ વાઘ બાળ 04 (નર- 02 માદા-02)નો જન્મ થયેલ., નર વાઘ દિવાકર તથા માદા વાઘણ ગાયત્રીના સંવનનથી તા.18/05/2022ના રોજ સફેદ વાઘ બાળ 02 (બે) નરનો જન્મ થયેલ., નર વાઘ દિવાકર તથા માદા વાઘણ કાવેરીના સંવનનથી તા.05/12/2022ના રોજ સફેદ વાઘ બાળ 02 (બે) નરનો જન્મ થયેલ., આમ સફેદ વાઘણ ગાયત્રી દ્વારા અત્યાર સુધીમાં કુલ 12 બચ્ચાંઓનો જન્મ આપી સફળતાપુર્વક ઉછેર કરવામાં આવેલ છે. રાજકોટ ઝૂ ખાતે અત્યાર સુધીમાં કુલ 15 (પંદર) સફેદ વાઘ બાળનો જન્મ થયેલ છે. જેનાં બદલામાં મૈત્રી બાગ ઝૂ, ભીલાઈ દ્વારા રાજકોટ ઝૂને સફેદ વાધ નર દિવાકર, સફેદ વાધણ યશોધરા તથા સફેદ વાધણ ગાયત્રી આ5વામાં આવેલ. રાજકોટ પ્રાણી ઉદ્યાન ખાતેનું કુદરતી જંગલ સ્વરૂૂપેનું નૈસર્ગીક વાતાવરણ સફેદ વાઘ તથા એશીયાઇ સિંહોને અનુકુળ આવી જતા સમયાંતરે ખુબ જ સફળતાપૂર્વક સંવર્ધન થઇ રહેલ છે. હાલ ઝૂ ખાતે સફેદ વાઘબાળ02નો જન્મ થતા સફેદ વાઘની સંખ્યા 10 થઇ ગયેલ છે. જેમાં નર-3, માદા-5 તથા બચ્ચા-2નો સમાવેશ થાય છે.

Advertisement

હાલ ઝૂ માં જુદી જુદી 67 પ્રજાતિઓનાં કુલ-564 વન્યપ્રાણી-પક્ષીઓ મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરવામાં આવે છે. રાજકોટ પ્રાણીઉદ્યાનનો આધુનીક ઢબે વિકાસ કરાતા મુલાકાતીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયેલ છે.

રાજકોટ ઝૂ દ્વારા અન્ય ઝૂને આપેલ સફેદ વાઘની વિગત
કાંકરીયા ઝૂ અમદાવાદ વર્ષ 2017-18માં સફેદ વાઘ માદા-1 આપેલ
છતબીર ઝૂ પંજાબ વર્ષ 2019-20 સફેદ વાઘ માદા-1 આપેલ
રાજીવ ગાંધી ઝૂલોજીકલ પાર્ક, પૂના વર્ષ 2020-21 સફેદ વાઘ માદા-1 આપેલ
ઇન્દ્રોડા નેચર પાર્ક, ગાંધીનગર વર્ષ 2020-21 સફેદ વાઘ નર-1 તથા માદા-1 આપેલ
ડો.શ્યામપ્રસાદ મુખર્જી ઝૂલોજીકલ ગાર્ડન, સુરત વર્ષ 2021-22 સફેદ વાઘ નર-1 અને માદા-1 આપેલ

Tags :
gujaratgujarat newsrajkotrajkot newsRajkot Zoowhite tiger cubs
Advertisement
Next Article
Advertisement