રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

150 ફૂટ રિંગ રોડ પર 30 હજારના દારૂ ભરેલી કાર સાથે બે ઝડપાયા

05:26 PM Dec 26, 2023 IST | Bhumika
Advertisement

થર્ટી ફર્સ્ટમાં વેચવા માટે ઇન્દોરથી દારૂ લાવ્યાની કબૂલાત: 2.92 લાખનો મુદ્દામાલ કબજે

Advertisement

શહેરના 150 ફૂટ રીંગ રોડ પર કે.કે.વી ચોક નજીક જાગનાથ ચોકમાંથી 30 હજારનો દારૂ ભરેલી કાર સાથે પોલીસે બે શખ્સોને ઝડપી પાડી દારૂ અને કાર મળી કુલ રૂા.2.92 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જાણવા મળતી વિગત મુજબ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ બી.ટી. ગોહીલ, પીએસઆઇ એન.ડી.ડામોર સહિતના સ્ટાફ થર્ટીફર્સ્ટમાં દારૂની હેરાફરી અટકાવવા પેટ્રોલીંગમાં હતો. દરમિયાન બાતમીના આધારે 150 ફૂટ રીંગ રોડ પર કે.કે.વી ચોક નજીક જાગનાથ ચોક પાસેથી રૂા.29,000નો દારૂ ભરેલી કાર સાથે દિયેન મહેશભાઇ કોટેચા (રે.જાગનાથ ચોક) અને રાહુલ પ્રકાશભાઇ પ્રસાદસિંઘ રાજપૂત (રે.બિહાર)ને ઝડપી પાડી તેની પાસેથી વિદેશી દારૂની બોટલ નં.10, ચપલા નં.96 તથા મોબાઇલ અને કાર મળી કુલ રૂા.2,92,650નો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. બંને આરોપી મિત્રો હોય અને થર્ટીફર્સ્ટ વેચવા માટે ઇન્દોરથી દારૂ લાવ્યાની કબૂલાત આપી હતી.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement