રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ગુજરાતમાં 5 વર્ષમાં બે હજાર પુરુષોનો આપઘાત: દુ:ખી પતિઓની રેલી

04:11 PM Nov 19, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ગુજરાતમાં પાંચ વર્ષમાં બે હજારથી વઘુ પુરુષે લગ્ન-કારકિર્દીની સમસ્યાને કારણે પોતાનું જીવન ટૂંકાવ્યું છે.પુરુષ એટલે કઠણ કાળજાનો અને જાહેરમાં રડે કે ઢીલો પડે તે ચલાવી લેવાય જ નહીં તેવી સૈકાઓ પુરાણી વિચારધારા આજે પણ અમલમા છે. પરંતુ હકીકત એ છે કે પુરુષ ભલે લાગણી વ્યક્ત કરી શકતો ના હોય પરંતુ તે પણ માનસિક રીતે ભાંગી પડતો હોય છે.

નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોના અહેવાલ અનુસાર વર્ષ 2018થી 2022 દરમિયાન ગુજરાતમાંથી લગ્નને લગતી વિવિધ સમસ્યાને કારણે 1062 પુરુષ અને 700 મહિલાએ આત્મહત્યા કરી છે. જેમાં 225 પુરુષ અને 142 મહિલાનો સમાવેશ થાય છે. વર્ષ 2022માં 66 પુરુષે લગ્ન નહીં થવા, 50 પુરુષે લગ્નેતર સંબંધને કારણે, 61 પુરુષે છૂટાછેડાથી આત્મહત્યા કરી હતી.

આ સિવાય 1475 પુરુષને પારિવારિક સમસ્યાને કારણે પોતાનું જીવન ટૂંકાવવું પડ્યું છે. કારકિર્દીની સમસ્યાને કારણે પણ પુરુષોમાં આત્મહત્યાનું પ્રમાણ વઘ્યું છે. કારકિર્દીની સમસ્યાને કારણે આત્મહત્યા કરનારા પુરુષોનું પ્રમાણ 2018માં 106 હતું અને તે 2022માં વધીને 329 થયું છે. નોકરી નહીં મળવી, ધંધા-રોજગારમાં સમસ્યા તેના માટે વિવિધ જવાબદાર પરિબળ છે. પાંચ વર્ષના આ સમયગાળામાં 70 મહિલાઓએ કારકિર્દીને કારણે આત્મહત્યા કરી છે. પ્રેમપ્રકરણને કારણે 2022માં 390 પુરુષ અને 253 મહિલાઓએ આત્મહત્યા કર્યાનું સામે આવ્યું છે. પ્રત્યેક પુરુષે પણ પોતાના ખાસ મિત્ર-ઘરના સદસ્યો સમક્ષ પોતાના હૃદયની લાગણીઓ વ્યક્ત કરતા રહેવું જોઇએ. આત્મહત્યા કરવી તે કોઇ વિકલ્પ તો નથી જ પણ લાગણી વ્યક્ત કરવાથી તો ચોક્કસ કોઇને કોઇ રસ્તો મળી રહેશે.

અખિલ ભારતીય પત્ની અત્યાર વિરોધી સંઘથ દ્વારા આજે અમદાવાદમાં દુ:ખી પતિઓ તેમજ અન્ય પુરુષોની રેલી યોજાઈ હતી. સવારે 11 થી 12 દરમિયાન સુભાષ બ્રિજ સર્કલથી નમસ્તે સર્કલ સુધી યોજાનારી આ રેલીમાં પુરુષો દ્વારા પોસ્ટર, પ્લે કાર્ડ, બેનરો સાથે ભાગ લેવામાં આવશે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ જેમ આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસની પણ ભવ્ય ઉજવણી કરવાની માગ છે.

Tags :
gujaratgujarat newshusbands suicidesuicide
Advertisement
Next Article
Advertisement