રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજકોટ શહેર-જિલ્લામાં અર્ધલશ્કરી દળની બે ટીમ ફાળવાઈ

05:17 PM Mar 19, 2024 IST | Bhumika
Advertisement

લોકસભાની ચૂંટણી જાહેર થતાં જ વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર એકશન મોડમાં આવી ગઈ છે ત્યારે રાજકોટની લોકસભા બેઠક માટેના મતદાન મથકોમાં શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે જિલ્લા કલેકટરની માંગણીના આધારે ચૂંટણી પંચે બે અર્ધલશ્કરી દળની ટીમ રાજકોટ શહેર અને જિલ્લા માટે ફાળવી છે.

Advertisement

રાજકોટ લોકસભા બેઠકના શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મતદાન મથકોનું લીસ્ટ તૈયાર કર્યુ હતું. આ ઉપરાંત રાજકોટ શહેર અને જિલ્લામાં સંવેદનશીલ વિસ્તારની યાદી તૈયાર કરી તેના આધારે કેન્દ્રીય ચૂંટણી પંચ પાસેથી પોલીસ બંદોબસ્તની સાથે અર્ધલશ્કરી દળની પણ માંગણી કરવામાં આવી હતી.ચૂંટણી પંચ દ્વારા કલેકટરની માંગણીના આધારે સૌપ્રથમ રાજકોટ શહેર અને જિલ્લાને અર્ધલશ્કરી દળની એક એક ટીમ ફાળવી દેવામાં આવી છે જેમાં જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડની સુચનાથી અર્ધલશ્કરી દળના જવાનોની સંવેદનશીલ વિસ્તારોમાં ફલેગ માર્ચ રાખવામાં આવી હતી. રાજકોટ જિલ્લામાં ગોંડલ સિટી, પડધરી, જસદણ, આટકોટ અને જેતપુર શહેરમાં અલગ અલગ તારીખ અને સમયે ફલેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત રાજકોટ શહેરમાં પણ એક અર્ધલશ્કરી દળની ટીમ ફાળવવામાં આવી છે. અર્ધલશ્કરી ટીમ અને પોલીસની ટીમ સાથે શહેરના સંવેદનશીલ વિસ્તારમાં ફલેગ માર્ચ કરવાનો કાર્યક્રમ ઘડી કાઢવામાં આવ્યો છે.રાજકોટનાં કોઠારીયા રોડ, જંગલેશ્ર્વર, રૈયા રોડ, સદર બજાર સહિતના વિસ્તારોમાં તબક્કાવાર અર્ધલશ્કરી દળની ફલેગ માર્ચ કરવામાં આવશે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement