માખાવડ ગામે બાઇક લઇને નીકળેલા બે ટાબરિયાને અકસ્માત, એકનું મોત
રાજકોટની ભાગોળે માખાવડ ગામે હોન્ડા લઇને નીકળેલા બે ટાબરીયાને અકસ્માત નડયો હતો જેમા એક ટાબરીયાનુ મોત થયુ હતુ આ મામલે પોલીસે ટાબરીયાને લાયસન્સ વિના સ્કુટર ચલાવવા આપનાર શખસ વિરુધ્ધ ગુનો નોંધ્યો છે.
મળતી વિગતો મુજબ લોધીકાનાં માખાવડ પાસે રાજુભાઇ વેકરીયાની વાડીએ રહેતા અને ભાગીયુ રાખી પરીવારનુ ગુજરાન ચલાવતા પરીવારનાં બે ટાબરીયાઓ ગઇકાલે જીજે 3 એચએફ 2124 નંબરનુ મોટર સાયકલ લઇને લાઇસન્સ વિના ચકકર મારવા નીકળ્યા હતા. 1પ વર્ષનો અમીત રાકેશ પરમાર હોન્ડા ચલાવતો હતો .
જયારે તેની પાછળ વિવેક વિજય પરમાર બેઠો હતો અમિતે મોટર સાયકલ પરના સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો હોન્ડા બાજુમા પડેલ ટ્રોલી સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. જેમા 1પ વર્ષનાં હોન્ડા ચાલક અમીત પરમારનુ મોત થયુ હતુ. જયારે પાછળ બેઠેલ વિવેક વિજય પરમારને ઇજા થઇ હતી આ મામલે તપાસ કરતા જાણવા મળ્યુ કે વિવેકનાં પિતા વિજય મુકેશ પરમારે લાયસન્સ ન હોવા છતા અમીતને પોતાનુ મોટર સાયકલ ચલાવવા દીધુ હતુ અને આ અકસ્માત સર્જાયો હોય જેમા લોધીકા પોલીસે 1પ વર્ષનાં મૃતક અમીત અને ડ્રાઇવીંગ લાયસન્સ ન હોવા છતા વાહન ચલાવવા આપનાર વિજય મુકેશ પરમાર વિરુધ્ધ ગુનો નોંધ્યો હતો.
