રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ગુજરાતમાં હાલ બે સિસ્ટમ સક્રિય, આજે અને કાલે ભારે વરસાદની આગાહી

12:54 PM Jul 23, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ સહિત 8 જિલ્લામાં રેડ એલર્ટ

ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી કેટલાક વિસ્તારોમાં અનરાધાર વરસાદ પડી રહ્યો છે ત્યારે હજુ આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી સાથે અલગ અલગ વિસ્તારોમાં યલો, ઓરેંજ અને રેડ એલર્ટ આપવામાં આવેલ છે.
આગામી સાત દિવસ માટે હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે. આજે નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ભરૂૂચ, સુરત, ડાંગ અને તાપીમાં પણ અતિભારે વરસાદ પડવાની આગાહી છે. અમદાવાદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં પણ વરસાદ પડવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં વરસાદની હાલ બે સિસ્ટમ સક્રિય હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે..વરસાદની પરિસ્થિતિ જોતા પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાનું સૂચન કરાયું છે. હવામાન વિભાગ દ્વારા આજે દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ અપાયું છે. રાજકોટ, જામનગર, મોરબી, ભાવનગર, અમરેલી, ભરૂૂચ, સુરત, તાપી, ડાંગમાં ઓરેન્જ એલર્ટ અને સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, વડોદરા, મહીસાગર, દાહોદ, નર્મદા અને છોટાઉદેપુરમાં યલો એલર્ટ અપાયું છે.
જ્યારે આવતીકાલ તા.24ના રોજ અમરેલી, ગીર સોમનાથ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ છે. જૂનાગઢ, રાજકોટ, ભાવનગર, સુરત, તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ તથા ભરૂૂચ, નર્મદા, બોટાદ, દ્વારકા અને પોરબંદરમાં યલો એલર્ટ અપાયું છે.

25 જુલાઇના રોજ ભાવનગર, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. ગીર સોમનાથ, દીવ, સુરત, નવસારી અને ડાંગમાં યલો એલર્ટ અપાયેલ છે. 26 જુલાઈએ અમરેલી, ભાવનગર, વલસાદ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના ગીર સોમનાથ, સુરત, નવસારી, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Tags :
gujaratgujarat newsMonsoonrain fallRain forecast
Advertisement
Next Article
Advertisement